શું અખિલેશ જ CM બનશે તેવું સ્ટેમ્પ પર લખી આપું : શિવપાલની ઉદ્ધતાઇ

લખનઉ : સમાજવાદી પાર્ટીમાં લાંબા સમયથી ચાલી રહેલી તકરાર પર પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શિવપાલ સિંહ યાદવે સ્પષ્ટતા કરી છે. સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં જિલ્લાયક્ષોના સંમેલનમાં શિવપાલ સિંહે સત્તાવાર જાહેરાત કરી કે, અખિલેશ જ આગામી વખત મુખ્યપ્રધાન હશે.

શિવપાલ સિંહ યાદવે બેઠક દરમિયાન કહ્યું કે, ખબર નથી કે લોકો કેમ નકામી વાતો કરી રહ્યાં છે. અખિલેશ જ રાજ્યના મુખ્યપ્રધાન બનશે. તેમણે કહ્યં કે, હું તો આ વાતને સ્ટેમ્પ પેપર પર લખી આપવા માટે તૈયાર છુ. તેમણે કહ્યું કે, પાર્ટીની પાસે બહુમત આવતાની સાથે જ અખિલેશ યાદવ રાજ્યના મુખ્યપ્રધાન રહેશે. તેમણે કહ્યં કે, લોકો નકામા આટલા લાંબા સમયથી નકામી ચર્ચા કરીને પાર્ટીનું ભવિષ્ય નક્કી કરી રહ્યાં છે.

સમાજવાદી પાર્ટીમાં લાંબા સમયથી ચાલી રહેલી તકરાર પર પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શિવપાલ સિંહ યાદવે સ્પષ્ટતા કરી છે. શિવપાલ પર ઉદયવીરે આરોપ લગાવ્યો કે, તેઓ અખિલેશની સાવકી માતાને આગળ કરીને અખિલેશ વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. ઉદયવીરનું પત્ર સામે આવ્યા બાદ સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં જિલ્લાયક્ષોના સંમેલનમાં શિવપાલ સિંહે સત્તાવાર જાહેરાત કરી કે, અખિલેશ જ એકવાર ફરી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનવાના છે.

અખિલેશના નજીકના મનાતા ઉદયવીર સિંહના પત્ર બાદ શિવપાલ યાદવે સ્પષ્ટતા કરી છે કે, ખબર નથી કે લોકો કેમ નકામી વાતો કરી રહ્યાં છે. અખિલેશ જ રાજ્યના મુખ્યપ્રધાન બનશે. તેમણે કહ્યં કે, હું તો આ વાતને સ્ટેમ્પ પેપર પર લખી આપવા માટે તૈયાર છુ. તેમણે કહ્યું કે, પાર્ટીની પાસે બહુમત આવતાની સાથે જ અખિલેશ યાદવ રાજ્યના મુખ્યપ્રધાન રહેશે. તેમણે કહ્યં કે, લોકો નકામા આટલા લાંબા સમયથી નકામી ચર્ચા કરીને પાર્ટીનું ભવિષ્ય નક્કી કરી રહ્યાં છે.

આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, જો અખિલેશ ઇચ્છે તો હું પ્રદેશ અધ્યક્ષનું પદ છોડી શકુ છુ. આ તકે તેમણે તમામ જિલ્લાધ્યક્ષોને પણ સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, પાર્ટીના તમામ નેતાઓ 5 નવેમ્બરને પાર્ટીના રજત જંયતી સમારોહ તથા સ્થાપના દિવસને ભવ્ય રીતે ઉજવવા માટેની તૈયારીમાં લાગી જાય. વધુમાં તેમણે કહ્યું કે, હવે કોઇ પણ નેતાએ મુખ્યપ્રધાન કે પછી નેતાજીને કોઇ પણ વાત માટે પરેશાન કરવાની જરૂર નથી..

You might also like