અખિલેશે કહ્યું શિવપાલ જ રહેશે પ્રદેશ અધ્યક્ષ, નેતાજીને હેરાન ન કરે સમર્થકો

લખનઉઃ સવારથી જ અખિલેશના સમર્થકો શિવપાલ વિરૂદ્ધ નારેબાજી કરી રહ્યાં છે. તેઓ  શિવપાલ સાથે કામ કરવા તૈયાર નથી. ત્યારે આ ધમાસાણની વચ્ચે યુપીના સીએમ અખિલેશે સમર્થકોને શાંત રહેવા જણાવ્યું છે અને કહ્યું છે કે પ્રદેશ અધ્યક્ષ શિવપાલ જ રહેશે. સમર્થકો નેતાજીની મુશ્કેલી ન વધારે તેમ પણ તેમણે કહ્યું છે. આ સાથે જ અખિલેશે યાદવે યૂપી કેબિનેટમાં 13 વિભાગ શિવપાલ યાદવને સોંપ્યા છે. જ્યારે પીડબલ્યુ ડી ખાતુ પોતાની પાસે રાખ્યું છે. જ્યારે ચિકિત્સા અને આયુષ મંત્રાલય કાકા શિવપાલ યાદવને આપ્યાં છે. વિવાદને કારણે અખિલેશે પીડબડ્યુડી સહિત ત્રણ ખાતા શિવપાલ પાસેથી પરત લઇ લીધા હતા.

યાદવ પરિવારમાં સમજુતી સધાઇ ગઇ છે ત્યારે શિવપાલ અને અખિલેશના સમર્થકો સામસામે આવી ગયા છે. પરિવાર તો એક થઇ ગયો પરંતુ સમર્થકો વચ્ચે ભાગલા પડી ગયા છે. આજે સવારે સપા કાર્યાલય બહાર એક જુથ  દ્વારા “અખિલેશ ભાઇ જિંદાબાદ”ના નારા ચાલી રહ્યાં હતા, તો બીજી બાજુ શિવપાલના સમર્થકોએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. અખિલેશના સમર્થકોએ શિવપાલના નેતૃત્વમાં કામ કરવાની ના પાડી દીધી છે.

સપાના ચારેય યુવા સંગંઠોનોએ આ આદેશ મુલાયમ સિંહે યાદવ સુધી પહોંચાડી દીધો છે. આ નિર્ણય સમાજવાદી પાર્ટીના ફ્રંટલ અધ્યક્ષોએ લીધો છે. યુવાજન સભા, લોહિયાવાહિની, મુલાયમ બ્રિગેડ અને છાત્રસભાના નેતા અખિલેશના સમર્થનમાં છે. અખિલેશના સમર્થકોએ ફરીથી અખિલેશને અધ્યક્ષ પદ આપવા અને સમ્માન સાથે પરત લાવવા અંગેની માંગણી કરી છે. સમર્થકો કહી રહ્યાં છે કે નેતાજીએ બધાને સમ્માન આપ્યું છે. તો અખિલેશ યાદવને પણ સમ્માન પરત આપવું જોઇએ.

ગઇ કાલે પાર્ટીમાં ચાલી રહેલા વિખવાદને શાંત પાડવા માટે મુલાયમસિંહ યાદવે શિવપાલ યાદવના તમામ વિભાગ પરત આપવાની જાહેરાત કરી હતી. આ સાથે જ ભ્રષ્ટાચાર મામલે બરતરફ કરવામાં આવેલ ગાયત્રી પ્રજાપતિને પણ પાછુ મંત્રી પદ આપવાની જાહેરાત કરી હતી. જોકે હજી સુધી તે બાબત નક્કી થઇ નથી કે પ્રદેશ અધ્યક્ષનું પદ કોઇને આપવામાં આવશે.

You might also like