શિવાનંદ ઝા બન્યા રાજ્યના નવા DGP, ગૃહ રાજ્ય મંત્રીએ કરી જાહેરાત

આજે ગુજરાત રાજ્યના નવા DGPની નિમણૂંક કરવામાં આવી છે. રાજ્યના ડીજીપી પ્રમોદ કુમાર આજે નિવૃત્ત થઈ રહ્યા છે. જો કે નવા ડીજીપીની નિમણૂક ન થાય ત્યાં સુધી મોહન ઝા હંગામી ડીજીપી તરીકે હવાલો સંભાળશે. જો કે પ્રમોદ કુમારની નિવૃત્તિ બાદ શિવાનંદ ઝાનો ક્રમ ડીજીપી તરીકે આવે છે. જો શિવાનંદ ઝાની પસંદગી કરવામાં આવી છે અને તેઓ રાજ્યના 37માં ડીજીપી બન્યા છે. જો શિવાનંદ ઝાનું નામ આજે નક્કી થયું છે  તો પણ તેઓ હોળી પછી શપથ લેશે તેવું જાણવા મળી રહ્યું છે.

એપ્રિલ-2016માં મુખ્ય DGP પી.સી. ઠાકુરને કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ આપવાનો આદેશ થયા પછી ગુજરાતમાં મુખ્ય DGPની જગ્યા ઉપર ‘ઈન્ચાર્જ’ જ મુકવામાં આવી રહ્યાં છે. આ મામલો હાઈકોર્ટમાં જતાં આઠ અઠવાડિયામાં રેગ્યુલર ડીજીપીની નિમણૂંક કરવાની ખાતરી અપાઈ હતી. જો કે આ ખાતરી બાદથી પણ ફેબ્રુઆરી મહિનો વીતવા આવ્યો છતાં રેગ્યુલર DGPની નિમણૂંક થઈ નથી.

ગુજરાતમાં 1983 બેચના પ્રમોદકુમાર નિવૃત થતાં ત્રણ IPS કાર્યરત રહેશે. જે પૈકી એ.કે. પટનાયક દિલ્હી ખાતે ડેપ્યુટેશનમાં છે. શિવાનંદ ઝા ગુજરાત IB વડા (ડીજીપી) છે જ્યારે વિપુલ વિજોય DGPની એક્સ કેડર પોસ્ટ પર સ્ટેટ ટ્રાફિકના વડા છે. આમ, રાજ્યમાં હાલ 1983ની બેચના સૌથી સિનિયર IPS તરીકે શિવાનંદ ઝા છે.

કોણ છે શિવાનંદ ઝા ?
1960માં બિહારમાં શિવાનંદ ઝાનો જન્મ થયો હતો. શિવાનંદ ઝા 1983 બેચના IPS અધિકારી છે અને હાલમાં ગુજરાત IBના વડા તરીકે ફરજ બજાવે છે. તેઓ સુરત અને અમદાવાદના CP તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. 2002ના તોફાનો સમયે સેક્ટર-1ના એડિશનલ CP તરીકે પણ ઝાએ ફરજ બજાવી છે.

You might also like