વડોદરામાં શિવાજી યાત્રાએ શહેરમાં આકર્ષણ જમાવ્યું

વડોદરા : વડોદરામાં જય શિવરાય સંગઠનના ઉપક્રમે શિવાજી જયંતિ પ્રસંગે આજે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. શોભાયાત્રામાં પૂણેથી આવનાર ઢોલ-ત્રાંસા વૃંદ શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું હતું. શોભાયાત્રાને મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે ફલેગ ઓફ કરાવી હતી. વડોદરા શહેરના મરાઠી ભાષી ગણેશ મંડળો અને મરાઠી સંગઠનોએ એકત્ર થઇ જય શિવરાય સંગઠનની સ્થાપના કરી છે. સંગઠનમાં ૫૦થી વધુ મરાઠી ભાષી ગણેશ મંડળો અમે મરાઠી સંગઠનો સામેલ થયા હતા.

શિવાજી જયંતિ પ્રસંગે શુક્રવારે બપોરે ૨ કલાકે શોભાયાત્રા આરાધના સિનેમા-સલાટવાડાથી નીકળી આનંદપુરા, કોઠી ચાર રસ્તા, ટાવર રોડ, જયુબિલીબાગ, ન્યાયમંદિર, માંડવી, ચોખંડી, નાની શાક માર્કેટ થઇ બરાનપુરા શિવાજી ચોક ખાતે પૂર્ણ થઇ હતી. પૂણેનું ઢોલ-ત્રાંસા વૃંદ શોભાયાત્રામાં સામેલ થઇ મરાઠી સંસ્કૃતને ઉજાગર કરી હતી.વડોદરાના મરાઠી ભાષી ગણેશ મંડળો અને મરાઠી સંગઠનોને ભેગા કરીને જય શિવરાય સંગઠન બરોડાની રચના કરેલ છે.

આ સંગઠન મજબુત બનાવવા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુ, માજી મેયર રણજીત ચવાણ વિગેરેએ પ્રયત્નો કર્યા હતા.આ સંગઠનમાં ૫૦ થી વધુ મરાઠી ભાષી ગણેશ મંડળ અને મરાઠી સંગઠનો જોડાયેલ છે.આ સંગઠન દ્વારા આજે શિવાજી જયંતીના રોજ છત્રપતિ શિવાજી મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ૫૦ થી વધુ મરાઠી કન્યાઓ દ્વારા લેજીમ નૃત્યએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું.

આ યાત્રામાં શિવાજી મહારાજ અને મરાઠી સંસ્કૃતિના વિષય પર ફલોટ પણ જોડાયા હતા.માણેકરાવ અખાડા અને નારાયણ વ્યાયામ શાળા દ્વારા રમત ગમતમાં યુવકોની રૃચિ વધે તે માટે જુડો, મલખમ રોપ મલખમના ફલોટ સાથે જોડાયા હતા.આ યાત્રાને મરાઠી સંસ્કૃતિનો રંગ આપવા પૂણેથી ઢોલ તાશાના વૃંદને બોલાવવામાં આવ્યું હતું. આ યાત્રામાં આરાધના સિનેમા સલાટવાડાથી બપોરે બે વાગે નીકળી હતી.

જે આનંદપુરા કોઠી રોડ, ટાવર જયુબીલીબાગ, ન્યાયમંદિર, માંડવી, ચોખંડી નાની શાકમાર્કેટ થઈ બરાનપુરા શિવાજી ચોક ખાતે પૂરી થઇ હતી. આજે શહેરમાં નીકળેલી શિવાજી યાત્રામાં મોદીના ડુપ્લીકેટ એક વ્યકિત અને બે ત્રણ વ્યકિત મોદી માસ્ક પહેરીને આવી પહોંચ્યા હતા પરંતુ શિવાજીના ભકતોએ મોદીના ભકતોને પ્રાધાન્ય આપી યાત્રામાંથી ભગાડી મુકયા હતા.

You might also like