ફિલ્મ રિવ્યૂ: ‘શિવાય’

ઇરોઝ ઇન્ટરનેશનલ અને અજય દેવગણ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ‘શિવાય’ ફિલ્મના નિર્માતા સુનીલ અે. લુલ્લા, ધવલ ગઢ્ઢા અને અજય દેવગણ છે. ફિલ્મનું ડિરેક્શન અજય દેવગણે જાતે કર્યું છે. ફિલ્મમાં અજય દેવગણ ઉપરાંત સાયશા સહેગલ, વીરદાસ, ઇરીકા કાર, એબીગેલ એમ્સ, અલી કાઝમી, ગિરીશ કર્નાડ, સૌરભ શુક્લા જેવા કલાકારો છે.

અા અગાઉ અજય દેવગણ ‘યુ મી અોર હમ’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી ચૂક્યો છે. ‘શિવાય’ ફિલ્મનું મેકિંગ બજેટ ૧૪૦ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. અા ફિલ્મ અેક્શન, થ્રિલર ઝોનરની છે. અા ફિલ્મમાં ઇમોશન, પેઈન, ગુસ્સો અને એક્શન બધું જ જોવા મળશે. સેન્સર બોર્ડે માત્ર એક કટ સાથે અા ફિલ્મને લીલી ઝંડી અાપી છે. ફિલ્મમાં અજય દેવગણની સાથે દિલીપકુમાર-સાયરાબાનુની ભાણેજ અને સુમિત સહેગલની દીકરી સાયશા સહેગલ ડેબ્યૂ કરી રહી છે. અા ફિલ્મની કહાણીમાં શિવા (અજય દેવગણ) હિમાલયની પહાડીઅોમાં જ મોટો થયો છે અને ત્યાં રહે છે. શિવાને સૌ શિવાય કહીને બોલાવે છે.

મહાદેવની જેમ જ શિવાય પણ અેક જ એવો છે, જે હિમાલયની પર્વતમાળાઅો વચ્ચે એવી રીતે ફરતો રહે છે, જાણે અા અેનું ઘર હોય. અા પર્વતમાળા પર અાવેલા કેટલાક લોકોની સાથે શિવાય પણ જોડાય છે અને રસ્તામાં અાવેલાં તોફાનોથી લોકોને બચાવવા જતાં તે સાયશાના પ્રેમમાં પડે છે. અા સંબંધો અાગળ વધે છે અને તેમને દીકરી થાય છે, જોકે અેવા સંજોગો ઊભા થાય છે કે શિવાય દીકરીને લઈને ભાગી જાય છે. દીકરી હવે ૧૦ વર્ષની થઈ છે. એક દિવસ અચાનક તેને ખબર પડે છે કે તેની માતા જીવતી છે અને શિવાય તેની પાસે ખોટું બોલ્યો છે. દીકરી ઘરમાંથી ગુસ્સે થઈને ચાલી જાય છે. શિવાય તેને મનાવવા પહોંચે તે પહેલાં કિડનેપર્સ તેને કિડનેપ કરી દે છે. િશવાય હવે દીકરીની શોધમાં નીકળે છે. રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકેલા શિવાયને અટકાવવો હવે અઘરો છે. સાથે અે પણ પ્રશ્ન થાય છે કે અાટલા વર્ષે એવું કોણ જન્મ્યું, જેને શિવાય સાથે દુશ્મની છે. •

You might also like