બાબરી મસ્જિદ વિવાદ મુદ્દે કોર્ટનો ચુકાદો નહી માનીએ : શિવસેનાની સીધી વાત

નવી દિલ્હી : રામ મંદિર મુદ્દે શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે એક મહત્વનું નિવેદન આપ્યું છે. રામ મંદિર મુદ્દે કોર્ટમાં સુનવણી ચાલી રહી છે. જેના મુદ્દે રાઉતે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરની માંગણી કરી રહેલા કાર્યકર્તાઓ બાબરી મસ્જીદ વિવાદ અંગે કોર્ટનાં નિર્ણયને નહી સ્વિકારે. અમે રામ મંદિરનું આંદોલન કોર્ટને પુછીને નહોતું ચલાવ્યું. શિવસેના સાંસદે કહ્યું કે અમે કોર્ટને નહી માનીએ. ઉલ્લેખનીય છે કે 6 ડિસેમ્બર 1992એ લાખીની સંખ્યામાં એકત્રીત થયેલા લોકોએ બાબરી મસ્જીદ તોડી પાડી હતી.

આ ઘટના બાદ દેશમાં સાંપ્રદાયિક તોફાનો થયા હતા. મે 2017માં સીબીઆઇ કોર્ટે આ મુદ્દે ભાજપનાં વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ સાચો ઠેરવ્યો હતો. કેન્દ્રીય તપાસ પંચની કોર્ટે વર્ષ 2001માં ત્રણ નેતાઓને બાબરી મુદ્દે કાવત્રા રચવાનો આરોપથી મુક્ત કરી દીધા હતા. અલ્હાબાદ હાઇકોર્ટે વર્ષ 2010માં આ મુદ્દાની સુનવણી દરમિયાન આરોપોને યથાવત્ત રાખ્યા હતા.

આ વર્ષે એપ્રીલમાં સુપ્રીમ કોર્ટે પોતાનાં નિર્ણય અંગે કહ્યું કે ભાજપ, શિવસેના તથા વિશ્વ હિન્દૂ પરિષદ (વિહિપ)નાં નેતાઓને બાબરી મસ્જીદને તોડી પાડવાનું કાવત્રુ રચવામાં કથિત સંડોવણી મુદ્દે કેસનો સામનો કરવો પડી શકે છે.

You might also like