Categories: India

પરેશાન કરાશે તો શિવસેના ભાજપ સાથે છેડો ફાડી નાખશેઃ ઉદ્ધવ ઠાકરે

મુંબઈઃ પોતાના જન્મિદવસના એક દિવસ અગાઉ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં સત્તારૂઢ ભાજપ સામે નિશાન તાક્યું છે. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના પક્ષના નેતા સંજય રાઉતને આપેલ એક ઈન્ટરવ્યૂમાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે જો રાજ્ય સરકારને કારણે શિવસેનાને પરેશાની થશે તો શિવસેના સરકારમાંથી બહાર નીકળી જશે એટલું જ નહીં ઉદ્ધવ ઠાકરેએ એવો પણ દાવો કર્યો છે કે શિવસેના નગર નિગમ (બીએમસી)ની ચૂંટણી એકલા હાથે લડશે અને જીતશે.

અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે ૨૭ જુલાઈએ ઉદ્ધવ ઠાકરેનો જન્મ દિવસ છે. શિવસેનાના મુખપત્ર ‘સામના’માં આ માટે ખાસ ઉદ્ધવ ઠાકરેની એક મુલાકાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આજે પ્રસિદ્ધ થયેલ આ મુલાકાતના બીજા ભાગમાં ઉદ્ધવ ઠાકરેએ ૨૫ વર્ષ જૂનું ભાજપ-શિવસેના ગઠબંધન તોડવાની વાત કરી છે, જ્યારે સોમવારે આ મુલાકાતના પ્રથમ ભાગમાં ઉદ્ધવ ઠાકરેએ કાશ્મીરની સ્થિતિને લઈને વડા પ્રધાન મોદી સામે નિશાન તાક્યું હતું.

જોકે ઉદ્ધવ ઠાકરેએ આ મુલાકાતમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન ફડણવીસ સારું કામ કરી રહ્યા છે, પરંતુ સત્તાનો ઉપયોગ કરીને શિવસેનાને ઘેરવાનો પ્રયાસ થશે તો શિવસેના સરકારમાંથી છેડો ફાડીને બહાર નીકળી જશે. શિવસેનાની એક છત્ર સત્તા ક્યારનીય આવી ગઈ હોત, પરંતુ અમારા ૨૫ વર્ષ ગઠબંધનમાં સડી ગયાં છે.

ઉદ્ધવ ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે હું સરકારને અસ્થિર કરવા ક્યારેય બ્લેકમેલ નહીં કરું, હું જે બોલીશ તે ખુલ્લેઆમ બોલીશ. ભવિષ્યમાં ભાજપ – શિવસેના ગઠબંધન જળવાશે કે કેમ એવા એક પ્રશ્નના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું તે બંને પક્ષો પર નિર્ભર રહેશે. જો ભાજપ પોતાની તાકાત પર લડવાનો નારો લગાવશે તો શિવસેના ચૂપ બેસી નહીં રહે. હું પણ શિવસેનાના મુખ્યપ્રધાન લાવીશ. આ મારી પ્રતિજ્ઞા છે.

divyesh

Recent Posts

દેશદ્રોહના કેસમાં જેએનયુના કનૈયાકુમાર, ઉમર સહિત નવ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં ૯ ફેબ્રુઆરી, ર૦૧૬ના રોજ લગાવવામાં આવેલા દેશવિરોધી સૂત્રોચ્ચાર અને નારાબાજીના કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ…

22 hours ago

મહાનિર્વાણી-અટલ અખાડાના શાહીસ્નાન સાથે બ્રાહ્મમુહૂર્તમાં કુંભમેળાનો ભવ્ય પ્રારંભ

પ્રયાગરાજ: તીર્થરાજ પ્રયાગમાં ૪૯ દિવસ માટે ચાલનારા કુંભમેળાનો આજે સવારે બ્રાહ્મમુહૂર્તમાં ભવ્ય પ્રારંભ થયો છે. ગંગા નદીના સંગમતટ પર શ્રી…

22 hours ago

કર્ણાટક ભાજપના ધારાસભ્યોના ગુરગ્રામમાં ધામા, કોંગ્રેસ-જેડીયુના ૧૩ MLA ગાયબ

બેંગલુરુ: વિધાનસભા ચૂંટણીના લગભગ સાત મહિના બાદ કર્ણાટકમાં ફરી એક વખત સત્તાનું નાટક શરૂ થઈ ગયું છે. રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસ-જેડીએસ…

22 hours ago

દુબઈના શાસકની ગુમ પુત્રીને સોંપવાના બદલામાં ભારતને મળ્યો મિશેલઃ રિપોર્ટ

લંડન: અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદાના આરોપી ક્રિિશ્ચયન મિશેલના પ્રત્યર્પણની અવેજીમાં ભારતે સંયુક્ત આરબ અમિરાતના શાસકને તેમની ગુમ થયેલી પુત્રી સોંપવી…

22 hours ago

ખોટા રન-વેના કારણે ઈરાનમાં સેનાનું કાર્ગો પ્લેન ક્રેશ થયુંઃ 15નાં મોત

તહેરાન: ઈરાનની રાજધાની તહેરાન પાસે સેનાનું એક કાર્ગો પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનમાં લગભગ ૧૦ લોકો સવાર હતા.…

22 hours ago

કમુરતાં પૂરાંઃ આજથી હવે લગ્નની સિઝન પુરબહારમાં

અમદાવાદ: હિંદુ સમુદાયમાં લગ્ન સહિતનાં શુભ કાર્ય માટે વર્જિત ગણવામાં આવતાં કમુરતાં ગઇ કાલે ૧૪ જાન્યુઆરીએ હવે પૂરાં થયાં છે.…

23 hours ago