શિવસેનાએ ચાઇનીઝ મોબાઇલ ફોનનો કર્યો વિરોધ, OPPO-VIVOના હોર્ડિગ્સની કરી તોડફોડ

ભુજઃ હાલમાં ભારત અને ચીન વચ્ચેના સંબધોમાં તણાવ સર્જાયો છે. ત્યારે ભારતમાં વેચાતી ચીની બનાવટની ચીજવસ્તુઓનો બહિષ્કાર કરી ચાઈનીઝ ડ્રેગનને જાકારો આપવા સોશીયલ મીડિયામાં ઝુબેશ છેડવામાં આવી છે.

ભુજમાં શિવસેનાએ બસ સ્ટેશન પાસે ચાઈનીઝ મોબાઈલ ફોન કંપનીઓ – ઓપ્પો અને વિવોના હોર્ડિંગ્સ અને પોસ્ટર ફાડી ચાઈનીઝ ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવા લોકોને અનુરોધ કર્યો હતો. શિવસૈનિકોએ ચાઈનીઝ ફોન વેંચતા વેપારીઓએ ત્યાં જઇ વિરોધ કર્યો હતો.
દુકાનોના હોર્ડિંગ્સમાં તોડફોડ કરી હતી. અમુક જગ્યાએ શિવસૈનિકો અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ જેવો માહોલ સર્જાયો હતો.

You might also like