અવિશ્વાસ પ્રસ્તાવ પરના મતદાન દરમિયાન શિવસેનાના સાંસદો રહેશે ગેરહાજર….

અવિશ્વાસ પ્રસ્તાવ પર શિવસેનાના સાંસદીય દળની બેઠક મળી. પક્ષના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે અવિશ્વાસ પ્રસ્તાવને લઇને નિર્ણય લીધો. ઉધ્ધવ ઠાકરેએ કહ્યું કે અમારા સાંસદ સંસદમાં નહીં જાય. મતદાન દરમિયાન અમારા સાંસદ સંસદમાં ગેરહાજર રહેશે.

અવિશ્વાસના પ્રસ્તાવના થોડા કલાક પહેલા જ શિવસેનાએ મોદી સરકારને તગડો ઝટકો આપ્યો છે. શિવસેનાએ સરકારને સમર્થન નહી આપવાના સંકેત આપ્યા છે. શિવસેનાએ સામના લખ્યું છે કે આ સમયે દેશમાં તાનાશાહી ચાલી રહી છે. તેનું સમર્થન કરવાની જગ્યાએ શિવસેના જનતાની સાથે જવાનું ઇચ્છશે.

543 સાસંદની લોકસભામાં આ સમયે 11 બેઠક ખાલી છે. જેને કારણે લોકસભામાં સાંસદોની હાલની સંખ્યા 532 છે. જેને લઇને બહુમતિ માટે જરૂરી આંકડા 267 બેઠકનો છે. હાલમાં ભાજપના 272 સાંસદો સહિત સરકારના પક્ષમાં કુલ 295 સાંસદ છે. જો કે આ આંકડો 313 સુધી થઇ શકે છે પરંતુ શિવસેનાએ હજુ સુધી પોતાનો મત રજૂ કર્યો નથી.

જ્યારે વિરોધમાં 147 સાંસદ છે, જ્યારે શિવસેના 18 સાંસદોને મળીને આ સંખ્યા 165 થઇ જશે. અત્યાર સુધીમાં 90 સાંસદે અવિશ્વાસ પ્રસ્તાવ પર સમર્થન કરશે કે વિરોધ તે નિશ્ચિત કર્યું નથી. જો કે હજુ સુધી એવુ માનવામાં આવી રહ્યું હતું કે શિવ સેના સરકાર સાથે જશે.

ગુરુવારના રોજ ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો હતો. ત્યાર બાદ એક અહેવાલ મુજબ શિવસેના મોદી સરકારના સમર્થનમાં મતદાન કરશે તેવું જાણવા મળ્યું હતું. જો કે આજે શિવસેનાએ સામનામાં અપ્રત્યક્ષ રીતે સાફ કરી દીધું છે કે તેઓ મોદી સરકારની તરફેણમાં મતદાન નહી કરે.

જો કે પક્ષ તરીકે તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. એઆઇડીએમકે પણ હજી સુધી પોતાનો મત સાફ કર્યો નથી. પક્ષના 37 સાંસદો કોને મત આપશે તે નક્કી કરાયું નથી. અવિશ્વાસ પ્રસ્તાવ સરકારની પરીક્ષા કરતાં વિપક્ષની પરીક્ષા વધારે હોય તેમ દેખાઇ રહ્યું છે, કારણે સંખ્યાબળ સરકાર સાથે છે. આમ હવે એટલું જોવાનું રહ્યું કે સરકાર વિરુધ્ધ વિપક્ષ કેટલી મજબૂતી સાથે ટકી શકે છે.

You might also like