એર ઇન્ડિયાએ ફરી રદ કરી શિવસેના સાંસદ ગાયકવાડની ટિકીટ

મુંબઇ: એર ઇન્ડિયાએ શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડની ટિકીટ રદ કરી નાંખી છે. ગાયકવાડે મુંબઇથી દિલ્હીની ટિકીટ બુક કરાવી હતી, પરંતુ એર ઇન્ડિયાએ ગાયકવાડની ટિકીટ રદ કરી દીધી છે. આ પહેલા પણ એર ઇન્ડિયાએ શુક્રવારે ગાયકવાડની પુના પરતની ટિકીટ રદ કરી દીધી હતી.

એર ઇન્ડિયાના કર્મચારી સાથે મારપીટની ઘટના બાદ બીજી અન્ય એરલાયન્સ કંપનીઓએ પણ ગાયકવાડ પર ઉડાન સંબંધી પ્રતિબંધ લગાવ્યો છે. જે વિમાન કંપનીઓએ પ્રતિબંધ લગાવ્યો હતો એમાં ઇન્ડિગો, જેટ એરવેઝ, સ્પાઇસ જેટ તથા ગો એરનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઇએ કે એર ઇન્ડિયાના કર્મચારી સાથે મારપીટની બાબતે ગાયકવાડ વિરુદ્ધ એફઆઇઆર પણ દાખલ થઇ ગઇ છે. ગાયકવાડ વિરુદ્ધ આઇપીસી 308 અને 355 હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

સોમવારે ગાયકવાડનો મુદ્દો સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો., મંગળવારે શિવસેનાએ લોકસભામાં વિશેષાધિકાર દુરુપયોગનો પ્રસ્તાવ આપ્યો. શિનસેના સાંસદ આનંદરાવ અડસૂલએ કહ્યું કે એરલાયન્સના સાંસદ પર પ્રતિબંધ લગાવવો ખોટો છે. આ કાયદાની વિરુદ્ધ છે અને સરકારે તરત એમાં હસ્તક્ષએપ કરવું જોઇએ.

http://sambhaavnews.com/

You might also like