શિવસેના નજીકના ભવિષ્યમાં ભાજપને ટેકો પાછો ખેંચી શકે છેઃ ઉદ્ધવ ઠાકરે

મુંબઇ: શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ એવો સંકેત આપ્યો છે કે તેમનો પક્ષ મહારાષ્ટ્રની ભાજપ શાસિત સરકારથી છેડો ફાડીને નજીકના ભવિષ્યમાં ટેકો પાછો ખેંચી શકે છે. ઠાકરેએ ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલ સાથે પોતાના નિવાસ માતોશ્રી પર આયોજિત અેક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ભાજપ શાસિત સરકારને ટેકો પાછો ખેંચવાનો નિર્ણય નજીકના ભવિષ્યમાં લઇશું.

તેમણે આદર્શ આચારસંહિતાનો અમલ હોવાથી ટેકો પાછો ખેંચવાની ચોક્કસ તારીખની જાહેરાત કરી નથી, પરંતુ તેમણે એટલું જણાવ્યું હતું કે સરકાર નોટિસની મહેતલ પર ચાલી રહી છે અને ભાજપના નેતૃત્વવાળી સરકારને ટેકો પાછો ખેંચવાનો નિર્ણય નજીકના ભવિષ્યમાં લઇ શકીએ છીએ, જોકે તેમણે આ અંગે કોઇ સમયમર્યાદા જાહેર કરી ન હતી.

આ પ્રસંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે તેઓ શિવસેનાના દિવંગત નેતા બાલ ઠાકરેના પ્રશંસક છે અને એટલા માટે ઠાકરેની પ્રતિમા પર ફૂલહાર કરવા તેઓ આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર વીરોની ધરતી છે અને તેથી સારા લોકોને મળવા હું આવ્યો છું. મહારાષ્ટ્રની ભૂમિએ છત્રપતિ શિવાજી, ડો.બાબાસાહેબ આંબેડકર,
જ્યોતિબા ફૂલે અને બાલ ઠાકરે જેવા વીરાે આપ્યા છે.
http://sambhaavnews.com/

You might also like