શનિ શિંગળાપુર બાદ હવે ત્રયંબકેશ્વર મંદિરમાં ઘૂસવાનો તૃપ્તિનો પ્રયાસ

મુંબઇ : સોમવારે દેશભરમાં મહાશિવરાત્રીની શ્રદ્ધાભેર ઉજવણી થઇ રહી છે. બાર જ્યોતિર્લિંગપૈકીનાં એક ત્રયંબકેશ્વરમાં ઉગ્ર દ્રશ્યો જોવા મળી શકે છે. સામાજિક કાર્યક્ર તૃપ્તિ દેસાઇની ટીમનાં સભ્યો ત્રયંબકેશ્વર મંદિરમાં પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિકો દ્વારા તેને અટકાવવામાં આવ્યા હતા. જ્યારે તૃપ્તિની અટકાયત મંદિરથી 40 કિલોમીટર દુર જ અટકાયત કરવામાં આવી હતી. 100થી વધારે મહિલાઓની અટકાયત કરવામાં આવી છે.

તૃપ્તિ દેસાઇનો દાવો છે કે પોલીસ દ્વારા તેનાં અધિકારોનું હનન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા તેનાં પર બળજબરી કરવામાં આવી છે. શાંતિપુર્ણ રીતે ત્ર્યંબકેશ્વરમાં જઇ રહ્યા હતા. મુખ્યમંત્રીએ આ મુદ્દે દરમિયાનગીરી કરવી જોઇએ અને અમને મંદિરમાં પ્રવેશ અપાવવો જોઇએ. અત્રે ઉલ્લેખનીય છેકે ત્ર્યંબકેશ્વર મંદિરનાં ગર્ભગૃહમાં મહિલાઓનાં પ્રવેશ પર પ્રતિબંધ છે. તૃપ્તિ દેસાઇએ જાહેરાત કરી હતી કે શિવરાત્રીનાં પ્રસંગે તે પોતાની 150થી વધારે કાર્યકરો સાથે ગર્ભગૃહમાં પ્રવેશશે. તૃપ્તિનો દાવો છે કે હું પોતે હિન્દું છું. આ કોઇ ધર્મ કે ઇશ્વરની લડાઇ નથી પરંતુ મહિલાઓનાં અધિકારી માટેની લડાઇ છે.

મહિલાઓને શનિદેવનાં મંદિર જ નહી અનેક મંદિરોમાં પ્રવેશ અપાતો નથી. તેણે દાવો કર્યો કે કાશીવિશ્વનાથ મંદિરનાં ગર્ભગૃહમાં મહિલાઓને પ્રવેશની છુટ છે તો પછી ત્ર્યંબકેશ્વર મંદિરનાં ગર્ભગૃહમાં પણ પ્રવેશ મળવો જોઇએ. ભગવાન શિવનું જ એક સ્વરૂપ અર્ધનારેશ્વર પણ છે. જેથી કરીને તેમને ગર્ભગૃહમાં પ્રવેશ મળવો જોઇએ.

જો કે મંદિર સંચાલક મંડળનો દાવો છે કે આ પ્રથા પરાપુર્વથી ચાલી આવે છે. ક્યારે પણ કોઇ વ્યક્તિ દ્વારા આની સામે વાંધો નથી ઉઠાવવામાં આવ્યો. મંદિરમાં મહિલાઓને શિવલિંગને સ્પર્શવાની મંજુરી નથી. પુરૂષો પણ માત્ર સેવાલે, રેશમી વસ્ત્રો ધારણ કરીને જ મંદિરનાં ગર્ભગૃહમાં પ્રવેશી શકે છે. માત્ર એક કલાક માટે જ પુરૂષોને પણ મંજુરી આપવામાં આવે છે.

You might also like