શિરડીના સાંઇબાબાના ચરણોમાં 4 દિવસમાં 4 કરોડ રૂપિયાનું દાન

શિરડી: ભારતમાં સૌથી ધનવાન મંદિરોમાંના એક એવા શિરડીના સાંઇબાબામંદિરમાં નાતાલની રજાઓનો લાભ લેવા સાંઇભકતોની ભીડ જામી છે. છેલ્લા ચાર દિવસમાં સાંઇબાબાના મંદિરની દાનપેટીમાં રોકડ, સોના અને ચાંદી મળી ચાર કરોડ રૂપિયાથી વધુનું દાન આવ્યું છે.

નવા વર્ષના આગમન પ્રસંગે નાતાલની રજાઓ હોવાથી સૌ પોતપોતાની રીતે નવું વર્ષ ઊજવે છે. સાંઇભક્તો આ રજાનો લાભ લઇ શિરડી આવ્યા છે એથી ૨૫ ડિસેમ્બરથી શિરડીમાં આવનારા સાંઇભકતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા ચાર દિવસમાં લાભો ભકતોએ સાંઇબાબાના દર્શન લેતાં શિરડીમાં હિલચાલ વધી ગઇ છે. આજે નવું વર્ષ શરૂ થતાં સાંઇબાબાનાં દર્શન લઇ નવા વર્ષની શરૂઆત કરીએ એવી ઇચ્છાથી સાંઇભકતો મોટી સંખ્યામાં શિરડી આવ્યા છે.

છેલ્લા ચાર દિવસની સરખામણીએ આજે શિરડીમાં સૌથી વધુ ગિરદી હશે. ૨૫ ડિસેમ્બરથી લઇ છેલ્લા ચાર દિવસમાં સાંઇબાબાના મંદિરની દાનપેટીમાં ૩.૮૩ કરોડ રૂપિયા રોકડા, ૩૪૮૧ ગ્રામ સોનું અને ૧૦ કિલો ચાંદી જેટલું દાન સાંઇભકતોએ અર્પણ કર્યું હોવાના સમાચાર છે.

You might also like