સાંઇ ભક્તો માટે છે ખુશ ખબર… સુરતથી શિરડીની શરૂ થઇ ફલાઇટ

સુરતથી શિરડી જતા સાંઈભકતો માટે એક સારા સમાચાર છે. હવે સુરતથી શિરડી ફકત 60 મિનિટમાં જ પહોંચી શકાશે. 15 ફેબ્રુઆરીથી સુરતથી શિરડી ચાર્ટડ ફ્લાઇટ સાથે આ હવાઈ સેવા શરૂ થશે.

રૂપિયા 3500 થી 5 હજારના ભાડામાં ફકત 60 મિનિટમાં જ શિરડી પહોંચી શકશે. ગુજરાતથી શિરડી સુધી શરૂ થનારી આ પહેલી હવાઈ સેવા હશે. ઉલ્લેખનીય છે કે, સુરતની ખાનગી ચાર્ટડ કંપની એરકટ દ્વારા સુરત શિરડીની હવાઈ સેવા શરૂ કરાઇ.

અત્યાર સુધી સુરતની ખાનગી ચાર્ટડ કંપની એર કનેકટ દ્વારા રોજની રિર્ટન ફ્લાઇટ સાથે અમદાવાદ, રાજકોટ, ભાવનગર, અમરેલીના શહેરોને ઇન્ટરસિટી સેવા તારીખે જોડવામાં આવ્યા છે. ત્યારે હવે સુરતના સાઈભકતો શિરડી સુધી ત્વરિત પહોંચી શકો તે માટે હવાઈ સેવા શરૂ કરાઇ છે.

You might also like