શિંગોડાનો ફરાળી ફ્રૂટસલાડ

ઘટક: ૧ લિટર ઘટ્ટ દૂધ, ૨ ટી. સ્પૂન ફાઇવસ્ટાર શિંગોડાનો લોટ, સ્વાદનુસાર ખાંડ.

ફ્રૂટ:  ટીન-પાઇનેપલ તથા ચેરી, ઝીણું સમારેલું સફરજન, લીલી અથવા કાળી દ્રાક્ષ ફાડિયા કરેલી, ફોલેલું સંતરું, ઝીણાં સમારેલાં કેળાં.

બનાવવાની રીત: ૧ કપ દૂધમાં શિંગોડાનો લોટ લઇને તેને બરાબર મિક્સ કરવું. ત્યારબાદ બાકીના દૂધને ઉકાળવા મૂકવું અને તેમાં કપમાં રાખેલું મિશ્રણ તથા ખાંડ ઉમેરવાં. તે બરાબર ઊકળીને થોડું ઘટ્ટ થાય એટલે વાસણમાં કાઢી ઠરવા દેવું. ત્યારબાદ તેને ફ્રિજમાં ઠંડું થવા મૂકવું.

પીરસવાની રીત: ઠંડા દૂધમાં ઉપર મુજબ તૈયાર કરેલાં ઠંડાં ફ્રૂટ ઉમેરી પીરસવું.

You might also like