શિમલા-મનાલી-દહેરાદુનમાં બરફવર્ષા, પર્યટકોમાં ખુશીનો માહોલ

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં સીઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે. શિમલામાં 2થી 3 ઈંચ હિમવર્ષા થતાં ચોતરફ બરફની ચાદર છવાઈ ગઈ છે. શિમલામાં થયેલી હિમવર્ષાના કારણે પર્યટકોમાં પણ ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. કેટલાક પર્યટકો હિમવર્ષામાં નાચતા નજરે પડયા હતા તો બીજી તરફ દહેરાદૂનમાં વરસાદ પડયો હતો. જેના કારણે ઠંડીનો ચમકારો વધ્યો છે. તો વરસાદના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.

ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ વરસાદના કારણે તાપમાનનો પારો ગગડતો જોવા મળ્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગે હજી પણ ભારે હિમવર્ષા તેમજ વરસાદની આગાહી કરી છે. જો કે કાશ્મીર અને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે.

ભારે હિમવર્ષાના પગલે દૂષ્કાળથી પીડાતાં ખેડૂતો અને બગીચાના માળીઓને રાહત મળી છે. દુષ્કાળના કારણે અહીના પાક પર ઘણી વિપરીત અસર જોવા મળી રહી હતી. ભારે હિમવર્ષના કારણે પ્રવાસીઓનો ઘસારો વધતાં હોટલના વેપારીઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે.

You might also like