જાણો શું છે શિલ્પા શેટ્ટીનું ફિટનેસ સિક્રેટ…

અભિનેત્રી, ફિટનેસ એક્સ્પર્ટ, લેખિકા, કૂક શિલ્પા શેટ્ટીનું નામ સામે આવતાં જ તેનાં તમામ રૂપોની યાદી આંખ સામે ઊભરી આવે છે. આજે તે એક બાળકની માતા હોવા છતાં પણ ફિટ અને આકર્ષક છે અને છોકરીઓ માટે આઇડિયલ છે. શિલ્પા કહે છે કે ઉંંમર વધવાની સાથે તમને અહેસાસ થાય છે કે તમારા શરીરમાં પણ પરિવર્તન થતાં રહે છે, સાથે-સાથે તમે અનુભવી પણ થઇ જાવ છો.

હું હેલ્થ એન્ડ વેલનેસ ફિલ્ડ સાથે જોડાયેલી છું. તેથી લોકોને કહેવા ઇચ્છું છું કે હું મારી ઇચ્છા અનુસાર મારા હેલ્થ અને લુકને મેન્ટેન કરી શકું છું. આ માટે મારો ફન્ડા ખૂબ જ સીધોસાદો છે. હું સન્ડે મારું ફેવરિટ ભોજન લઉંં છું. રસગુલ્લાં મારાં ફેવરિટ છે. તે ખરાબ પેટ માટે પણ સારાં છે. મેં મારી જીવનશૈલીમાં કેટલાંક સામાન્ય પરિવર્તન કર્યાં છે. હું દિવસમાં કાચા ખોરાકનું સેવન કરું છું, જ્યારે રાત્રે સાધારણ ખાદ્યપદાર્થ લઉં છું.

મેં છેલ્લાં કેટલાંય વર્ષથી મારા ડાયટમાંથી ખાંડની બાદબાકી કરી છે. હું માત્ર સન્ડે ખાંડનું સેવન કરું છું. કસરત અંગે વાત કરતાં શિલ્પા કહે છે કે મારા માટે કસરત એક જરૂરિયાત છે. હું રોજ મારા બગીચામાં જઇને ખુલ્લામાં શ્વાસ લેવાનું પસંદ કરું છું. અઠવાડિયામાં બે વખત મારા ઘરના જિમમાં ૪૫ મિનિટ કસરત કરું છું અને લગભગ ૨૦ થી ૨૫ મિનિટ શ્વાસ સંબંધિત કસરત કરું છું.

અન્ય દિવસોમાં હું કસરત કરતી નથી. દિવસ પૂરો થાય ત્યારે હું શ્વાસ સંબંધિત કસરત અને મેડિટેશન કરું છું. મારા પતિ રાજ કુન્દ્રાના કહેવા પર હું સાડા દશ વાગ્યે ઘરની તમામ લાઇટ બંધ કરી દઉંં છું. જો કોઇ ખાસ કારણ હોય તો લાઇટ ૧૨ વાગ્યા સુધી ચાલુ રહે છે. અમારી કોશિશ હોય છે કે અમે બધાં ૧૦ થી ૧૧ની વચ્ચે સૂઇ જઇએ. જિંદગીમાં આપણે આપણી પ્રાથમિકતાઓ નક્કી કરવી જોઇએ. •

You might also like