મોસ્ટ ડિઝાયરેબલ ફિગર ધરાવતી શિલ્પા શેટ્ટીનાં ફિટનેસ સિક્રેટ-ડાયટ

મોસ્ટ ડિઝાયરેબલ ફિગર ધરાવતી શિલ્પા શેટ્ટી આજે એક સંતાનની માતા હોવા છતાં પણ ફિટ અને આકર્ષક છે. તે છોકરીઓ માટે આઇડિયલ છે. ફિટનેસ બિઝનેસ સાથે જોડાયેલી શિલ્પા પોતે ફિટ રહેવા માટે મહેનત પણ ખૂબ કરે છે. તે પોતાના ડાયટનું પણ એટલું જ ધ્યાન રાખે છે.

શિલ્પા પોતાના ડાયટ અંગે કહે છે કે હું મારા દિવસની શરૂઆત ગરમ પાણી અને મધથી કરું છું, સાથે તુલસીનો પ્રયોગ પણ કરું છું. રો-ફૂડના સેવનને પ્રાધાન્ય આપું છું. તેથી સવારે કેળાં, જાંબુ અને રૉ ફૂડનું સેવન કરું છું. ત્યારબાદ ૧પ-ર૦ મિનિટ પછી પાણીમાં તૈયાર કરેલા ઓટ્સ અને પ્રોટીનનું સેવન કરું છું, જેમાં ફાઇબર વધુ હોય છે. પ્રોટીનનો મારો મતલબ ઇંડા છે. હું આખું ઇંડું લઉં છું, કેમ કે અસલી પ્રોટીન તેની જરદીમાં હોય છે. ત્યાર પછી હું ચા પીઉં છું.

લંચ અંગે વાત કરતાં શિલ્પા કહે છે કે મારું લંચ ખૂબ મોટું હોય છે, તેમાં વ્હાઇટ અને બ્રાઉન બંને રાઇસ હોય છે. હું દાળ નથી ખાતી. જો હોય તો ફણગાયેલી હોવી જોઇએ. મને રાજમા-ચાવલ ગમે છે. લંચમાં રોજ મારા ખાવામાં અેક મોટી ચમચી ઘી અવશ્ય હોય છે.

મારા લંચમાં ખીરા કાકડી અને સ્ટીમ કે રોસ્ટ કરેલાં ગાજર-બીટ પણ હોય છે, તેમાં હું મરી અને લીંબુ નાખીને તેનું સેેવન કરું છું. હું સોયા કે પનીરનું સેવન પણ પ્રોટીન માટે કરું છું. ત્યાર બાદ ગોળની ચીકીનું સેવન કરું છું. ત્યારબાદ કોકોનેટ શુગરમાંથી બનેલ ચા પનીર, બટર કે આલમંડ બટર સાથે લઉં છું. ડિનર હું સાડા સાત વાગ્યે કરી લઉં છું, તેમાં ખૂબ બધાં શાકભાજી, પ્રોટીન અને મિકસ્ડ વે‌િજટેબલ્સ હોય છે. •

You might also like