મોદી સરકારે સ્વચ્છ ભારત મિશન માટે શિલ્પા શેટ્ટીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી

નવી દિલ્હીઃ મોદી સરકારે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીને સ્વચ્છ ભારત અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. ૪૧ વર્ષની શિલ્પા ટીવી અને રેડિયો પર લોકોને રસ્તાઅો ઉપર ગંદકી ન ફેલાવવાનો સંદેશ અાપશે. ખૂબ જ જલદી શિલ્પા શેટ્ટી ગંદકી ન ફેલાવવાનો સંદેશ અાપતી જોવા મળશે. સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાયેલાં તેનાં પોસ્ટર થોડા જ દિવસોમાં દેશભરમાં જોઈ શકાશે.

અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી અને સ્વચ્છ ભારત મિશનના ડિરેક્ટર પ્રવીણ પ્રકાશે કહ્યું કે અમે જાણીતી હસ્તીઅોની મદદથી સ્વચ્છ ભારત મિશનનો ટાર્ગેટ મેળવવાની કોશિશ કરી રહ્યા છીઅે. પ્રકાશે જણાવ્યું કે શહેરી વિસ્તારોમાં સમસ્યા અે છે કે લોકો ખાસ કરીને વેન્ડર્સ અને દુકાનદાર રસ્તાઅો પર કચરો ફેલાવે છે. અા માટે ડસ્ટ‌િબનનો ઉપયોગ થવો જોઈઅે.

મંત્રાલય કેટલાંક અન્ય સેલિબ્રિટીઝને પણ અા મિશન સાથે જોડવાની કોશિશ કરી રહ્યું છે, જેમાં એક નામ પ્રિયંકા ચોપરાનું પણ છે. મોદી સરકાર ૨૦૧૯ સુધીમાં દેશને સ્વચ્છ બનાવવાનું મિશન લઈને ચાલી રહી છે. શિલ્પા શેટ્ટી પહેલાં અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શંકર મહાદેવન અને સચીન તેંડુલકર અા મિશનમાં સામેલ થઈ ચૂક્યા છે.

http://sambhaavnews.com/

You might also like