ફિટ એન્ડ હેલ્ધી શિલ્પા ફૂડી પણ છે

શિલ્પા શેટ્ટીની કમાલની ફિટનેસ જોઈને કોઈ ન માને કે તે એક બાળકની માતા હશે. ફિટ અને હેલ્ધી શિલ્પાની ઉંંમરનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. બોલિવૂડમાં જો ફિટનેસની વાત અાવે તો મગજમાં સૌથી પહેલું નામ શિલ્પાનું અાવે છે. શિલ્પા તેની યોગની અાદતો માટે પણ ખૂબ જ મશહૂર છે. તેણે પોતાની યોગની સીડી પણ લોન્ચ કરી, જે ખૂબ હિટ રહી. શિલ્પા માત્ર યોગથી ફિટ રહેતી નથી, યોગ ઉપરાંત તેનું ડાયટ પણ તેને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. શિલ્પા ખાવા-પીવાની શોખીન છે. તે ડાયટિંગમાં વિશ્વાસ રાખતી નથી. તેને લાગે છે કે જેને અાપણે ખાવાને લઈને ખુદને ટોકતાં રહીએ છીએ ત્યારે અાપણને કંઈ પણ ખાવાની ઈચ્છા વધુ થાય છે. શિલ્પા ખાવામાં વધુ પડતાં નખરાં કરતી નથી. તેને મિડલ ક્લાસ ઈન્ડિયન પ્લેટ વધુ પસંદ છે.

શિલ્પાના ડાયટમાં રાજમા-ચાવલ, માખણ લગાવેલા ટોસ્ટ, ખીચડી, પાપડ, અાચાર બધું જ હોય છે. શિલ્પા કહે છે કે દિવસના ખોરાકમાં તે એક ચમચી ઘી જરૂર ખાય છે. શિલ્પા ફૂડી હોવાની ઝલક તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પણ મળે છે. તે ઘણીવાર પોતાના ડિનર કે લંચ સાથેના ફોટા પોતાના એકાઉન્ટમાં શેર કરે છે. તે કહે છે કે હું વિચાર્યા વગર જમું છું, પરંતુ સંતુલન માટે વર્કઅાઉટ અને યોગ પણ કરું છું. અા કારણે હું ફિટ રહી શકું છું. •

You might also like