ખુશ રહેવું મારી સુંદરતાનું રહસ્યઃ શિલ્પા

શિલ્પા શેટ્ટી ૪૦ વર્ષની થઈ ચૂકી છે, જોકે તેની ગજબની ફિટનેસ જોઈને કોઈ માની ન શકે કે તેની ઉંમર ૩૦ વર્ષ બાદ જાણે રોકાઈ ગઈ છે. શિલ્પા શેટ્ટીની લાઈફસ્ટાઈલે તેની ફિટનેસને કમાલની બનાવી છે. શિલ્પાની પહેલી ફિલ્મ ‘બા‌ઝીગર’ રિલીઝ થઈ ત્યારે તે સુંદર દેખાતી ન હતી. તે અા સમયે ફિટનેસ પ્રત્યે પણ સજાગ ન હતી. તે કહે છે કે ત્યારે મારી ઉંમર ૧૮-૧૯ વર્ષની હતી. હાલમાં અા ઉંમરની જનરેશનમાં ફિટનેસને લઈને જે સતર્કતા છે તે અે સમયે તેનામાં ન હતી. તે કહે છે કે ૯૦ના દાયકામાં હું સ્લિમ અેન્ડ ટ્રીમ દેખાતી હતી, પરંતુ તે કમાલ મારા ફૂટબોલ-બાસ્કેટબોલ રમવાના કારણે હતો, કેમ કે હું મારી વિદ્યાર્થી અવસ્થા દરમિયાન સ્પોર્ટ્સમાં ચે‌િમ્પયન હતી. મેં તે સમયે ક્યારેય મારી ફિટનેસ પ્રત્યે ધ્યાન અાપ્યું ન હતું, પરંતુ જ્યારે હું માતા બનવા જઈ રહી હતી ત્યારે મેં ધીમે ધીમે મારી જાત પર ધ્યાન અાપ્યું. ધીમે ધીમે મને લાગી રહ્યું હતું કે હું અનફિટ છું. મારી માતાઅે મને દેશી ઘીથી લઈને દરેક પ્રકારનો પૌષ્ટિક ખોરાક ખવડાવ્યો.

ખાણી-પીણીને લઈને હું સજાગ ન હતી. મારા પતિને તેમની પસંદગીની ડિશ બનાવીને ખવડાવતી. હાલમાં રાજ પણ શાકાહારી બની ચૂક્યા છે. તેમને એક્સર્સાઇઝ કરવી પસંદ નથી. જ્યારે હું તેમની પાછળ પડું ત્યારે તેઅો યોગ કરી લે છે. પોતાનો ફિટનેસ મંત્ર જણાવતાં શિલ્પા કહે છે કે કોલ્ડ ડ્રિન્ક્સ મેં સંપૂર્ણ રીતે બંધ કરી દીધાં છે. વિવાન માટે પણ અા જ નિયમ છે. રાત્રે ૮ વાગ્યા બાદ અમારા ઘરે કોઈ ડિનર નહીં કરે તે મારો બીજો નિયમ છે. શહેરી જીવનશૈલી મુજબ અાપણે મોડી રાત્રે જમીઅે છીઅે. રાત્રે ખાધેલો ખોરાક પચતો નથી અને ફેટમાં રૂપાંતરિત થાય છે, જેમાંથી ચરબી બને છે. મને પકોડા ખાવા ખૂબ પસંદ છે, પરંતુ હું તે સાત વાગ્યા પહેલાં ખાઈ લઉંં છું. ચિકન-બટર ઘી બધું જ મને ભાવે છે, પરંતુ હું તે કન્ટ્રોલમાં રહીને ખાવું છું અને વર્કઅાઉટ કરું છું.

હું રોજ શીર્ષાસન કરું છું અને પાવર યોગ પણ કરું છું. અા ઉપરાંત કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહેવું અને હસતાં-હસાવતાં રહેવું તે મારી ફિટનેસનું રહસ્ય છે. •

You might also like