શિખર ધવને અચાનક જ કરી દીધી સંન્યાસની જાહેરાત !

નવી દિલ્હી : ભારતીય ટીમનાં વિસ્ફોટક ખેલાડી શિખર ધવને ત્યારે તમામ લોકોને ચોકાવી દીધા જ્યારે તેણે રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી. જો કે ધવને ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ક્રિકેટમાં બોલિંગમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. જો કે તેણે આ જાહેરાત ખુબ જ અલગ અંદાજમાં કરી હતી. તેનીબોલિંગ સ્ટાઇલ પર સવાલ ઉઠ્યા બાદ તેણે બોલિંગમાંથી સંન્યાસ લેવાનો નિર્ધાર કરી લીધો છે જેની તેણે આજે જાહેરાત કરી હતી.
શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી બીજી ટી-20 મેચ બાદ ધવને કહ્યું હતું હું બોલને સારી રીતે હીટ કરી રહ્યો હતો. હું હંમેશાથી જ નેચરલ ગેમ રમવાનું પસંદ કરૂ છું. મને કેપ્ટન અને કોચ સ્ટાફ તરફથી પુરતો સહકાર મળી રહ્યો છે. ત્યાર બાદ જ્યારે દક્ષિણ આફ્રીકી સીરીઝ દરમિયાન ધવનની બોલિંગ એક્શન પર આઇસીસી તરફથી તેને ચેતવણી મળી હતી. આ અંગે સવાલ પુછાયો તો તેણે કહ્યું કે હું મારા તમામ ફેન્સને જણાવવા માંગુ છું કે હું અધિકારીક રીતે રિયાટર થઇ રહ્યો છું… ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં બોલિંગ કરવામાંથી. આ વાત તેણે એવી રીતે કરી કે રિટાયરમેન્ટ લઇ રહ્યો છું તેવું બોલ્યા બાદ લાંબા સમય સુધી ચુપ રહ્યો હતો. જો કે પછી તેણે બોલિંગમાંથી તેવી જાહેરાત કરતા અચાનક દુખી થઇ ગયેલા ફેન્સનાં જીવમાં જીવ આવ્યો હતો.

You might also like