શિખર ધવનના NEW LOOK પર ક્રિકેટ ચાહકોએ ઉડાવી મજાક

નવી દિલ્હી : પોતાના ખરાબ પરફોર્મન્સના કારણે ટીમ ઇન્ડીયાની વન ડે અને ટેસ્ટ શ્રેણીમાંથી બહાર ચાલી રહેલા ઓપનર શિખર ધવનને સોશિયલ મિડીયા પર પોતાનો નવો લૂક (new look) ફોટો અપલોડ કરતાં ઝડપથી વાયરલ થઇ ગયો હતો. જો કે ચાહકોએ શિખર ધવનના આ નવા લૂકને નકારી દઇને મજાક ઉડાવ્યો હતો. એક ચાહકે શિખર ધવનના લૂક પર કોમેન્ટ કરતાં કહ્યું કે શિખર ધવન હવે રોડીઝ રઘુની જગ્યા લેશે. ઘણા ચાહકોએ આ નવા લુકમાં શિખર ધવન નહી સારો લાગતો હોવાની વાત કહી. તો ઘણા શિખર ધવનના ચાહકોએ તેનો જૂનો લૂક સારો ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે હાલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે 4 મેચની ટેસ્ટ શ્રેણી માટે પ્રેકટીસ કરી રહી છે. આ શ્રેણીમાં ભારતે 1-1ની બરાબરી કરી છે. આ ટેસ્ટ મેચમાં ઓપનર શિખ ધવનની પસંદગી કરવામાં આવી નથી.
http://sambhaavnews.com/

You might also like