શિખર ધવન છે હૈદરાબાદના સુકાની પદનો પ્રબળ દાવેદાર, રચાશે ઇતિહાસ..

બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર સ્ટીવ સ્મિથે આઇપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સનું સુકાની પદ છોડવું પડ્યું. તો બીજી તરફ બોલ ટેમ્પરિંગ મામલે બીજા એક ઓસ્ટ્રેલિયાના ખેલાડી ડેવિડ વોર્નરને પણ આઇપીએલની ટીમ સનરાઝર્સ હૈદરાબાદની ટીમના સુકાની પદ પરથી દૂર કરવામાં આવ્યો છે.

સ્ટીવ સ્મિથની જગ્યાએ રાજસ્થાન રોયલ્સનું સુકાની પદ અજકિંય રહાણેને સોંપવામાં આવ્યું છે. તો બીજી તરફ સનરાઝર્સ હૈદરાબાદના સુકાની તરીખે શિખર ધવન પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે. વોર્નર પર પ્રતિબંધ બાદ સનરાઇજર્સ હૈદરાબાદ ટૂંક સમયમાં જ પોતાની ટીમના નવા સુકાનીની જાહેરાત કરશે.

જો શિખર ધવનને હૈદરાબાદનું સુકાની પદ સોંપવામાં આવશે તો આઇપીએલના 10 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખતે એવું બનશે કે આ સીઝનમાં દરેક આઇપીએલની ટીમનું સુકાની ભારતીય ખેલાડીના હાથમાં હશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ક્યારે આઇપીએલની દરેક ટીમનું સુકાની પદ ભારતીય ખેલાડીના હાથમાં હોય તેવું બન્યું નથી.

You might also like