શિખર ધવનની ઈજા ટીમ મેનેજમેન્ટને પરેશાન કરી રહી છે

મુંબઈઃ ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનની એડીની ઈજા ટીમ મેનેજમેન્ટને પરેશાન કરી રહી છે. જો તેની ઈજા ઠીક નહીં થાય તો આગામી તા. ૫ જાન્યુઆરીથી દક્ષિણ આફ્રિકા સામે શરૂ થનારી પ્રથમ ટેસ્ટમાં તેનું રમવું મુશ્કેલ બની જશે.

ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા જવા રવાના થઈ પહેલાં ધવન હોટલમાં લંગડાતો ચાલતો જોવા મળ્યો હતો. તેના ડાબા પગની એડીમાં પટ્ટી બાંધેલી હતી. ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ તેની સારવાર કરી રહ્યા છે. શિખરનો એમઆરઆઇ સ્કેન પણ કરાવવામાં આવ્યો હતો. બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ફિઝિયો ધવનની સંભાળ રાખી રહ્યા છે અને હજુ તેમણે બીસીસીઆઇના પસંદગીકારોને કોઈ રિપોર્ટ આપ્યો આપ્યો નથી.

You might also like