શિયા વક્ફ બોર્ડનું SC માં હલફનામું, રામ જન્મભૂમિથી થોડી દૂર બને મસ્જિદ

નવી દિલ્હી: રામ જન્મભૂમિ બાબતમાં શિયા વક્ફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં હલફનામું દાખલ કર્યું છે. હલફનામામાં શિયા વક્ફએ કહ્યું કે અયોદઅયામાં વિવાદીત જગ્યા પર રામ મંદિરનું નિર્માણ કરવામાં આવે, આ ઉપરાંત મસ્જિદનું નિર્માણ નજીકના મુસ્લિમ બહુમતિ વિસ્તારમાં થાય. જ્યારે શિયા વક્ફ બોર્ડના આ મંતવ્યથી સુન્ની વક્ફ બોર્ડ સહમત નથી.

હકીકતમાં શિયા વક્ફ બોર્ડ વિવાદીત જગ્યા પર મંદિર બનાવવાની વાત ખુલ્લેઆમ કહી રહ્યું છે. મંગળવારે શિયા વક્ફ બોર્ડ તરફથી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ હલફનામામાં બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ કહ્યું કે વિવાદીત જગ્યા પર મંદિર અને મસ્જિદ બંનેનું નિર્માણ કરવામાં આવે, તો એનાથી બંને સમુદાયમાં સંઘર્ષની સંભાવના બની રહેશે. એનાથી બચવું જોઇએ આ માટે વિવાદીત જગ્યા પર રામ મંદિરનું નિર્માણ કરવામાં આવે અને વિવાદીત જગ્યાને છોડીને થોડા દૂર મુસ્લિમ બહુમત વિસ્તારમાં મસ્જિદનું નિર્માણ કરવામાં આવે.

રિઝવીએ કહ્યું કે એમની પાસે 1946 સુધી વિવાદીત જમીનનો કબ્જો હતો અને શિયાના મુત્વલ્લી હતા, પરંતુ બ્રિટિશ સરકારે આ જમીનને સુન્ની વક્ફ બોર્ડને ટ્રાન્સફર કરી દીધી હતી. શિયા વક્ફ બોર્ડે કહ્યું કે એ વિવાદના શાંતિપૂર્ણ સમાધાનના પક્ષમાં છે. બોર્ડે કહ્યું કે બાબરી મસ્જિદ બનાવનાર મીર બકી પણ શિયા હતા. એટલા માટે એના પર અમારો પહેલા હક બને છે.

નોંધનીય છે કે અયોધ્યા ભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં 11 ઓગસ્ટથી 3 જજોની બેંચ દરરોજ સુનવણી કરશે. બોર્ડે કહ્યું કે જો મસ્જિદ બનાવવાની વૈકલ્પિક જગ્યા મળે તો અમે વિવાદીત જગ્યા પર દાવો છોડવા તૈયાર છે.

http://sambhaavnews.com/

You might also like