સફળતા-નિષ્ફળતા અાપણા હાથમાં નથીઃ શેખર રવ‌િજયાણી

બહુ અોછા ગાયક અેવા હશે, જેમણે એક્ટિંગની દુનિયામાં પણ હાથ અજમાવ્યો અને તેમને સફળતા મળી. તાજેતરમાં તો એવો એક પણ સિંગર જોવા મળતો નથી, પરંતુ એક સિંગર કમ્પોઝર એવો છે, જેણે સોનમ કપૂરની ‘નીરજા’માં પોતાની એક્ટિંગની છાપ છોડી અને તે અા વર્ષની સૌથી હિટ ફિલ્મોમાંની એક રહી. શેખર રવ‌િજયાણીને ઇન્ડસ્ટ્રીમાં અાવ્યે ૧૮ વર્ષ થઈ ગયાં, પરંતુ તેના કામ પ્રત્યેનું ઝનૂન પહેલાં જેવું જ છે.

ઇન્ડસ્ટ્રીમાં આવ્યાને લગભગ બે દાયકા થયા ત્યારે તેને સૌથી વધુ શું શીખ મળી તે અંગે જણાવતાં તે કહે છે કે અહીં તો રોજ કંઈક નવું શીખવા મળે છે. અાખી ઉંમર એક જ વસ્તુ શીખીને બેસી રહેવાતું નથી અને જિંદગી પણ એવી જ છે. દરેક દિવસ નવો હોય છે.

શું ગાયક સારાે અભિનેતા બની શકે છે? તે અંગે પૂછતાં તે કહે છે કે કેટલાય લોકોઅે અત્યાર સુધી કોશિશ કરી, પરંતુ તેમના કામને પ્રશંસા ન મળી. તે કહે છે કે હું એક વાર ફરી એ વાત કહેવા ઇચ્છું છું કે યોગ્ય સમયે યોગ્ય પ્રોજેક્ટ હોવો જોઈઅે અને તમને તેનો અહેસાસ હોવો જોઈઅે. મને ભરોસો છે કે અે લોકોને પણ અહેસાસ થયો હશે કે જ્યારે તેમણે અામ કર્યું હશે. બધાંઅે કોશિશ તો કરી, પરંતુ સફળતા કે નિષ્ફળતા કોઈના હાથની વાત નથી.

અાજકાલના એક્ટર્સ સિંગિંગમાં પણ પોતાનું હુનર અજમાવી રહ્યા છે. તેઅો અાલબમ પણ કરવા લાગ્યા છે. શેખર અા ટ્રેન્ડ વિશે જણાવતાં કહે છે કે તેઅો શક્યતાઅો શોધી રહ્યા છે. ગાવાની મજા લઈ રહ્યા છે અને તેમનાં ગીતો ચાલી પણ રહ્યાં છે તો પછી અામાં કોઈ ખોટી વાત નથી. તે પ્રિયંકા ચોપરા, પરિણી‌િત ચોપરા અને અૈશ્વર્યા રાયને સારાં સિંગર ગણાવે છે. મેઇલમાં અાયુષ્માન ખુરાના તો પ્રોફેશનલ સિંગર છે જ. •

You might also like