ટેંકર મુદ્દે ગોટાળા નહી દિલ્હીનાં લોકોની સેવા કરી છે : શીલા દીક્ષિત

નવી દિલ્હી : ટેંકર ગોટાળાની એસબી (ભ્રષ્ટાચાર નિરોધક શાખા) તપાસનાં આદેશ અંગે પુર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષીતનું કહેવું છે કે તેમણે કાંઇ પણ ખોટુ નથી કર્યું. દીક્ષીતે કહ્યું કે પાણી ટેંકર ખરીદવામાં દરેક નિયમનું પાલન કરવામાં આવ્યું હતું. આજે પણ તે ટેન્કરનો ઉપયોગ કરવામાં આવે છે. આ દિલ્હીનાં લોકોની સેવા માટે હતું ગોટાળા માટે નહી. તેમણે સરકારનાં આ નિર્ણયમાં ભાજપની પણ મીલીભગત હોવાનો આરોપ લગાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે જ ઉપરાજ્યપાલ નજીબ જંગે એશીબીને 400 કરોડનાં પાણી ટેન્કર ગોટાળાની તપાસ કરવા માટેનાં આદેશો આપ્યા હતા. આ ગોટાળામાં શીલા દીક્ષિત આરોપી છે. કારણ કે જે સમયે પાણી સપ્લાય માટે ટેન્કર ભાડે લેવાયા હતા તે સમયે શીલા દિક્ષિત મુખ્યમંત્રી હોવાની સાથે સાથે દિલ્હી જળ બોર્ડનાં અધ્યક્ષ પણ હતા. તમામ કાર્યવાહી તેમની રાહબરી અને તેમની જ નજર હેઠળ થયેલું હતું.

વિધાનસભામાં નેતા વિપક્ષ વિજેન્દ્ર ગુપ્તા દ્વારા વારંવાર આ મુદ્દાને ઉઠાવાયા બાદ દિલ્હી સરકારે ગત્ત સોમવારે જળ બોર્ડ સમિતીનાં રિપોર્ટને ઉપરાજ્યપાલ નજીબ જંગની સામે જરુ કર્યો હતો. આ સાથે જ નજીબ જંગે વિજેન્દ્ર ગુપ્તાની તે ફરિયાદને પણ એસીબીની સામે મુક્યું હતું. જેમાં અરવિંદ કેજરીવાલ પર ટેન્કર ગોટાળા અંગેનાં સમિતીનાં અહેવાલને 11 મહીના સુધી દબાવી રાખવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હી સરકારે જળ મંત્રી કપિલ મિશ્રાએ વડાપ્રધાન મોદી અને ઉપરાજ્યપાલ નજીબ જંગને પત્ર લખીને ટેન્કર ગોટાળામાં દીક્ષિતની વિરુદ્ધ સીબીઆઇ અથવા એસીબી તપાસ કરવા માટે અપીલ કરી હતી.

You might also like