રાહુલ ગાંધી પાર્ટી ઓફિસમાં આપે સમય, તો બદલાશે સ્થિતીઃ શીલા દીક્ષિત

નવી દિલ્હીઃ દિલ્લીની એમસીડી ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હાર બાદ અનેક પ્રકારની ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે દિલ્હીના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શીલા દીક્ષિતે રાહુલ ગાંધીને એક સલાહ આપી છે. શીલાએ જણાવ્યું છે કે રાહુલે રોજ બેથી ત્રણ કલાક કોંગ્રેસ કાર્યાલય પર આવીને બેસવું જોઇએ. જેથી તેઓ વધારેને વધારે લોકોનો સંપર્ક કરી શકે. જ્યારે સોનિયા ગાંધી પાર્ટી અધ્યક્ષ બન્યા હતા ત્યારે તેઓ રોજ કોંગ્રેસ મુખ્યાલ આવીને બેસતા હતા. તેમણે જણાવ્યું હતું કે રાહુલ કોંગ્રેસ કાર્યલયમાં આવીને બેસશે તો પરિસ્થિતીમાં પરિવર્તન આવી શકે છે. રાહુલ જેવા નેતા પરિવર્તન લાવી શકે છે.

શીલાએ યૂપી ચૂંટણીમાં સપા- કોંગ્રેસ ગઢબંધનને હારનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે મેં ગઢબંધનના 10 દિવસ પહેલાં જ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જો ગઢબંધન થશે તો હું તેનાથી અલગ રહીશ, કારણકે સીએમ પદના બે ઉમેદવાર ન હોઇ શકે. મારા મતે આ યોગ્ય નિર્ણય ન હતો. અમે સાત સીટો જ જીતી શક્યા. આ હેરાન કરે તેવી બાબત છે. જે રીતે અમે તૈયારી કરી રહ્યાં હતા અમને 50થી 70 સીટો જીતવાની આશા હતી.

http://sambhaavnews.com/

 

 

You might also like