ખુલાસો: શીલા દીક્ષિત સરકારે 4 વર્ષ દબાવી રાખી અફઝલ ગુરૂની FILE

નવી દિલ્હી : સાંસદ પર આતંકી હુમલાને લઇ ફાંસી પર લટકાવનાર અફઝલ ગુરૂની દયાની અરજીને લઇને સંબંધિત ફાઇલ તત્કાલિન દિલ્હીની શિલા દીક્ષિત સરકારે અંદાજે 4 વર્ષ સુધી દબાવી રાખી હોવાનો ખુલાસો એક પુસ્તકમાં કરવામાં આવ્યો છે. હાલમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘જર્નલિઝ્મ થ્રૂ આરટીઆઇ’માં કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં જણાવામાં આવ્યું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વારંવાર પત્ર લખ્યો તેમજ યાદ અપાવા છતાં દિલ્હી સરકારે કોઇ જવાબ ન આપતા મામલાને વારંવાર અટકાવાની કોશિષ કરી હતી.

જ્યારે અફઝલ ગૂરુને ફાંસી આપવામાં થઇ રહેલા વિંલબને લઇને તત્કાલીન કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારની ચોતરફથી ટીકા કરવામાં આવી રહી હતી. ઉલ્લેખનીય છે કે 2001માં સંસદ પર કરવામાં આવેલા આતંકી હુમલામાં ધરપકડ કરાયેલ અફઝલ ગુરૂ પર કેસ ચલાવામાં આવ્યો હતો અને કોર્ટે 4 ઓગષ્ટ 2005ના રોજ ફાંસીની સજાનું એલાન કર્યું હતું. તેની પત્નીએ રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરી હતી પરંતુ તેને મૃત્યુદંડની સજામાં વારંવાર વિલંબ થવાના કારણે આ મામલો સતત પ્રકાશમાં રહેતો હતો.
http://sambhaavnews.com/

You might also like