શીના મર્ડર મિસ્ટ્રની તપાસ કરી રહેલા પોલીસની પત્નીની હત્યા, પુત્ર ગાયબ

મુંબઇઃ શીના મર્ડર મિસ્ટ્રીની તપાસ કરી રહેલા મુંબઇના પોલીસ ઇન્સ્પેક્ટરની પત્નીની આજે સવારે હત્યા કરી નાખવામાં આવી છે. જ્યારે પુત્ર અને પરિવારનું એક સભ્ય ઘટના બાદ ગુમ છે. તેમનો મોબાઇ પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે. ઘટના અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ મુંબઇના સાંતાક્રુઝ વેસ્ટમાં રહેનારા પોલીસ ઇન્સ્પેક્ટર ગણેશ્વર ગાનારની પત્નીનો મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યો છે. ખૂબ જ નિર્દયી રીતે તેમની હત્યા કરવામાં આવી છે. ઘટના બાદ તેમનો પુત્ર ગાયબ છે.જ્યારે અન્ય એક વ્યક્તિ પણ ગુમ છે. તેમનો મોબાઇલ સ્વિચ ઓફ છે. કોઇ જાણેભેદુ દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.

મુંબઇ પોલીસના હોનહાર ઇન્સ્પેક્ટર ગણેશ્વર ગાનાર ચર્ચિત શીના મર્ડર મિસ્ટ્રીની તપાસ કરી રહ્યાં હતા. તેઓ મુંબઇના ખાસ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યાં છે. અહીં આ કેસ ચાલે છે. તેમની તપાસના આધારે જ મર્ડર મિસ્ટ્રીની મુખ્ય સૂત્રધાર ઇંદ્રાણી મુખર્જીની ઘરપકડ કરીને જેલમાં મોકલવામાં આવી છે. ઘટના બાદ ગણેશ્વર સ્તબ્ધ છે.

શીના બોરા મર્ડર કેસમાં પૂર્વ મીડિયા દિગ્ગજ પીટર મુખર્જી અને તેમની પત્ની ઇંદ્રાણી મુખર્જી જેલમાં બંધ છે. વર્ષ 2012માં શીનાની હત્યા કરવામાં આવી હતી. તેના મૃતદેહને જંગલમાં દાટવામાં આવ્યો હતો. ઇંદ્રાણીના પૂર્વ પતિ અને ડ્રાઇવર પણ આરોપી છે. સીબીઆઇ આ મામલે તપાસ કરી રહી છે.

http://sambhaavnews.com/

You might also like