શીના હત્યા કેસમાં પૂછપરછ માટે પીટરને દિલ્હી લઈ જતી CBI

મુંબઈ: ચકચારી શીના બોરા હત્યા કેસમાં ધરપકડ કરાયેલા પીટર મુખરજીની પૂછપરછ માટે સીબીઆઈ નવી દિલ્હીના કાર્યાલયે લઈ આવી છે.  અેકાઅેક પીટરને આ પ્રકારે દિલ્હી લઈ જવાના કારણાે અંગે સીબીઆઈઅે માૈન સેવ્યું છે. પરંતુ અે વાત ચાેકકસ છે કે પીટરની વધુ તપાસ હવે દિલ્હી સીબીઆઈ કાર્યાલયમાં જ થશે.

સૂત્રાેના જણાવ્યા અનુસાર તપાસ અેજન્સી પીટર મુખરજીનાે લાઈ ડિટેકટર ટેસ્ટ કરવા માગે છે. જે અહિની કેન્દ્રીય ફાેરેન્સિક લેબાેરેટરીમાં શક્ય છે. પીટર દ્વારા જવાબમાં ઊલટફેર કરવાના કારણાેસર આવું કરવામાં આવ્યું હાેવાનું અનુમાન છે. આમ તાે મુંબઈમાં પણ પાેલીગ્રાફ ટેસ્ટ થઈ શકે તેમ છે. આ કેસમાં સીબીઆઈઅે આક્ષેપ કર્યાે છે કે પીટર શીનાની હત્યા અને તેના મૃતદેહને છુપાવવા અંગેની પૂછપરછમાં જાણી જાેઈને માહિતી છુપાવી રહ્યાે છે. પીટરને સીબીઆઈ કાેર્ટમાં રજૂ કરી ફરિયાદી

પક્ષે તેને વધુ ૧૦ દિવસ સીબીઆઈ કસ્ટડીમાં રાખવા આગ્રહ કર્યાે છે.  આ અંગે અદાલતને જણાવવામાં આવ્યુ હતું કે આ હત્યા કેસની તપાસમાં પીટર સહકાર આપતાે નથી. કેસના ફરિયાદી પક્ષને કેટલાક અેવા પુરાવાઆે અંગે માહિતી મળી છે. જેની પીટરને જાણકારી છે. સીબીઆઈઅે શુક્રવારે પીટરની ધરપકડ કરી છે.

You might also like