મહિલાએ મોદીને ટ્વિટ કરીને માંગ્યો શિવ સ્ટોલ, PM એ 21 કલાકમાં મોકલ્યો

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને રેલ મંત્રી સુરેશ પ્રભુ ટ્વિટર દ્વારા જે લોકો મદદ માંગે છે એને પૂરી કરે છે. આ લાઇનમાં હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ નામ જોડાઇ ગયું છે. મહાશિવરાત્રીના દિવસે નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી મોટી શિવજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. એ સમયે નરેન્દ્ર મોદી મોરપીંછ રંગનો એક સ્ટોલ ખભા પર નાખ્યો હતો. તે જ સાંજે શિલ્પી તિવારી નામની એક મહિલાએ તેમને ટ્વિટ કરીને કહ્યું, “મને તમારો શિવ સ્ટોલ જોઇએ છે.” મોદીએ કોઇમ્બતૂરમાં પૂજા દરમિયાન ભગવાન શિવના ફોટાવાળો પીકોક બ્લુ રંગનો સ્ટોલ પહેર્યો હતો. શિલ્પીએ ટ્વિટ કર્યાના 21 કલાકમાં મોદીએ પોતાનો તે સ્ટોલ તેમને મોકલી આપ્યો.

નવાઇની વાત તો એ છે કે આગલા દિવસે શિલ્પાને મોદી તરફથી તે સ્ટોલ મળી ગયો. તેની સાથે જ મોદીએ સહી કરેલી એક પ્રિન્ટઆઉટ પણ મળી. આ ખુશીને શિલ્પાએ સોશિયલ મીડિયા પર શેર કરી. તેમણે ટ્વિટ કર્યું, “આધુનિક ભારતના કર્મયોગી પાસેથી આશીર્વાદ મેળવીને ખૂબ ખુશ છું. પીએમ મોદી દરરોજ માઇલો ચાલે છે.” “પીએમ નરેન્દ્ર મોદીએ મને તેમના આશીર્વાદ મોકલ્યા છે કારણકે એક દિવસ પહેલા મેં તેમને ટ્વિટ કરીને તેમનો સ્ટોલ માંગ્યો હતો. શું હું સપનું તો નથી જોઇ રહી?” શું તમે કલ્પના કરી શકો છો કે પીએમ તમારી વાત સાંભળે છે અને સમય કાઢીને તેનો વ્યક્તિગત રીતે ઉત્તર પણ આપે છે.” “હું આશ્ચર્યચકિત છું. સમજ જ નથી પડતી કે આ વાતનો જવાબ કેવી રીતે આપું. મતલબ કમાલ કરી નાખી.”

home

You might also like