શરીરમાં આ ભાગના HAIR હટાવશો તો થઇ શકે છે મોટું નુકસાન

શેવ કરતાં પહેલા કોઇ દિવસ વિચાર્યું છે કે શરીરના બાકીના ભાગની સરખામણીમાં પ્યૂબિક એરિયામાં વાળનો ગ્રોથ કેમ આટલો વધારે હોય છે. એની પાછળ પણ વ્યાજબી કારણ હોય છે જે જણાવે છે કે અહીંના વાળને શેવ ના કરવું જ સારું છે.

પ્યૂબિક હેર હટાવીને તમને ખૂબ જ ક્લીન મહેસૂસ થતું હશે પરંતુ રીયલમાં પ્યૂબિક હેર વેક્સ અથવા ટ્રિમ કરનાર લોકોની સરખામણીમાં સેક્શુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનનું જોખમ વધારે રહે છે.

તાજેતરમાં થયેલી એક સ્ટડી હેઠળ 18 થી 65 વર્ષની વચ્ચે 7500 થી વધારે અમેરિકન્સ પર કરવામાં આવેલા સર્વેના પરિણામ કહે છે કે પ્યૂબિક એરિયાને શેવ કરનાર લોકોમાં STI નું જોખમ 80 ટકા સુધી વધારે રહે છે.

શોધકર્તા શેવિંગ અને STI વચ્ચેનો સીધા સંબંધ સ્થાપિત કરી શક્યા નથી, પરંતુ એમનું અનુમાન છે કે શેવિંગ અને વેક્સિંગના કારણે સ્કીન ફાટી શકે છે, જેનાથી વાયરસ વગેરે સરળતાથી અટેક કરી શકે છે.

શેવ માટે સેમ બ્લેડનો ઉપયોગ કરનાર બે ભાઇઓની વચ્ચે HIV ટ્રાન્સમિશનનો હવાલો આપતાં આ સ્ટડી એવું પણ કહે છે કે રેઝર જેવા શેવિંગ ટૂલ્સનું શેર કરવું જોખમકારક છે.

You might also like