બુક લોન્ચ પર નીતીશ-લાલૂને ‘શત્રુ’નું આમંત્રણ

પટના: મોટાભાગે પાર્ટી વિરૂદ્ધ નિવેદન આપીને રાજકીય ગરમાવો તેજ કરનાર ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહા ફરી એકવાર ભાજપ માટે શર્મિંદગીનું કારણ બની શકે છે. શત્રુઘ્ન સિંહાએ પોતાન ઉપર લખેલા એક પુસ્તકનું વિમોચન કરવા માટે બિહારના મુખ્યમંત્રી અને ભાજપના પ્રમુખ પ્રતિદ્વંદ્વી નીતીશ કુમારને આગ્રહ કર્યો છે.

જો કે શત્રુઘ્ન સિંહા ફક્ત નીતીશ કુમારને આમંત્રણ આપીને અટક્યા નહી અને તેમનું કહેવું છે કે તે બુક લોન્ચના કાર્યક્રમમાં આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવને પણ બોલાવશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓને બોલાવવામાં આવશે તો તેમણે કહ્યું કે ‘આનો સંબંધ આર્ટ અને કલ્ચરથી છે, એગ્રીકલ્ચર સાથે નથી. ફક્ત તે લોકોને જ બોલાવવામાં આવશે જે તેના લાયક હશે.’

મુંબઇના એક પત્રકારે શત્રુઘ્ન સિંહા પર આ પુસ્તક લખ્યું છે જેનું નામ ‘એનીથિંગ બટ ખામોશ’ છે. જાન્યુઆરીમાં આ પુસ્તકનું વિમોચન સૌથી પહેલાં દિલ્હીમાં લાલકૃષ્ણ અડવાણીએ કર્યું હતું.

શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે બુધવારે તેમણે નીતીશ કુમારના ઘરે લગભગ એક કલાક સુધી તેમની સાથે વાતચીત કરી અને બુક લોન્ચમાં આવવાનું નિવેદન કર્યું. પુસ્તક વિમોચન માર્ચના ત્રીજા અઠવાડિયામાં કરવામાં આવશે. જો કે તેની તારીખ અંગે જાહેરાત બાદમાં કરવામાં આવશે.

શત્રુઘ્ન સિંહાએ પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે ‘મુખ્યમંત્રી સાથે લગભગ આ અડધા કલાકની આ મુલાકાત દરમિયાન મેં માર્ચ મહિનાના ત્રીજા અઠવાડિયામાં પટનામાં યોજાનાર પુસ્તક વિમોચન કાર્યક્રમમાં આવવાનું તેમને આમંત્રણ આપ્યું. કાર્યક્રમની તારીખ હજુ નક્કી નથી.’ આ અવસર પર ઉપસ્થિત શત્રુઘ્ન સિંહાના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ પોતાના ઘર પર પહોંચતાં ભાજપ સાંસદના ઘરની બહાર આવીને ગર્મજોશી સાથે સ્વાગત કર્યું હતું તથ તેમની મહેમાનનવાજી કરવાની સાથે તેમની કાર સુધી મુકવા ગયા હતા.

You might also like