શત્રુધ્ન સિંહાએ લાલુ બાદ રાબડી અને તેજસ્વી સાથે કરી મુલાકાત…

બિહારી બાબુ અને પટાના સાહિબના ભાજપના સાંસદ શત્રુધ્ન સિંહાએ રવિવારે લાલુ પ્રસાદ યાદવના પરિવાર સાથે મુલાકાત કરી હતી. શત્રુધ્ન સિંહા ગત રાત્રિએ પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા આ દરમિયાન પૂર્વ ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવ પણ હાજર હતા.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભાજપના સાંસદ શત્રુધ્ન સિંહા લાલૂ પ્રસાદ યાદવને મળવા રાંચીની હોસ્પિટલ પહોંચ્યા હતા. લાલૂ યાદવને તે જ દિવસે ઘાસચારા કૌભાંડમાં 14 વર્ષની સજાનું એલાન થયુ હતુ. હાલમાં પણ લાલૂ યાદવની તબિયત નાજૂક બતાવામાં આવી રહી છે. લાલૂ યાદવ રિમ્સમાં દાખલ છે. તેજસ્વી યાદવે ટ્વિટર પર શત્રુધ્ન સિંહાની પ્રશંસા કરી હતી.

આ મુલાકાત બાદ શત્રુધ્ન સિંહાએ પારિવારિક મિત્રને લઇને લાલૂ તેમજ તેમના પરિવાર સાથે મુલાકાત કરી હોવાનું જણાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન કોઇપણ રાજનૈતિક ચર્ચા થઇ નહી હોવાનું પણ શત્રુધ્ન સિંહાએ કહ્યું હતું. પરંતુ રાજનૈતિક તજજ્ઞોનું માનવું છે કે હાલમાં શત્રુધ્ન સિંહા 2019ની લોકસભાની ચૂંટણીને નજરમાં રાખી આ મુલાકાતનો દોર કરી રહ્યાં છે. એક અહેવાલ મુજબ શત્રુધ્ન સિંહાને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપમાંથી કદાચ ટીકીટ ન પણ મળે.

You might also like