શશિકલાના સ્થાનો પર IT ના દરોડા, 1430 કરોડની અઘોષિત સંપત્તિ મળી

તમિલનાડુમાં એક સમયે રાજકારણમાં અગ્રણી ગણાતા એઆઇએડીએમકે નેતા વી કે શશકિલા પર ઇન્કમટેક્સ વિભાગે સંકજો કસ્યો છે. શશિકલા, તેના સંબંધીઓ અને સહયોગીઓ સાથે જોડાયેલા સ્થાનો પર ઇન્કમ વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 1,430 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિની જાણકારી મળી છે.

ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ ટેક્સ ચોરીની શંકામાં ગુરૂવારના રોજ વિવિધ શહેરોમાં સ્થિત 187 જગ્યા પર એકસાથે દરોડા પાડયા હતા. આ તમામ જગ્યા શશિકલા, તેના ભત્રીજા ટીટીવી દીનાકરણ અને તમિલ ચેનલ જયા ટીવી સાથે જોડાયેલા છે. એક વરિષ્ઠ અધિકારીના કહેવા અનુસારા દરોડામાં કરોડ રૂપિયાથી વધારે રોકડ તેમજ પાંચ કરોડ મૂલ્યના જવેરાત મળી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે તમિલનાડુના દિવગંત પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની નજીકની શશિકલા આવક કરતા વધુ સંપત્તિ કેસમાં બેંગલુરુની જેલમાં છે. તો બીજી તરફ આ દરોડામાં જપ્ત કરાયેલ અયોગ્ય મિલ્કતને લઇને પૂછપરછ માટે ટેક્સ અધિકારીઓએ શશિકલાના ભત્રીજા અને જયા ટીવીના પ્રમુખ વિવેક જયરમને તલબ કરવામાં આવ્યા છે.

You might also like