શશિ થરૂરે ‘પદ્માવતી’ વિવાદ પર ચુપ્પી તોડી, ‘રાજસ્થાની મહિલાઓના શિક્ષણ પર વધુ ધ્યાન આપો’

સંજય લીલા ભણસાળીની ફિલ્મ ‘પદ્માવતી’ ને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે કોંગ્રેસના નેતા શશિ થરૂર પણ કૂદી પડ્યા છે. ફિલ્મની ટીકા કરતા લોકો પર નિશાન સાધતા શશિ થરૂરે કહ્યું છે કે, ‘ફિલ્મ પર વિવાદ કરવાની જગ્યાએ રાજસ્થાની મહિલાઓની સ્થિતિ પર ધ્યાન આપવાની જરૂર છે અને શિક્ષણ ઘૂંઘટ કરતા પણ વધુ અગત્યની છે.’

ઘુંઘટ કરતા વધુ જરૂરી શિક્ષણઃ
થરૂરે ટ્વિટ કર્યું છે કે, ‘પદ્માવતી વિવાદ આજે રાજસ્થાની મહિલાઓની સ્થિત પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રસંગ છે. છઠ્ઠી શતાબ્દી જૂની મહિલાઓ પર ધ્યાન કરવાની જરૂર નથી. રાજસ્થાનનો મહિલા સાક્ષરતા દર સૌથી ઓછો છે. શિક્ષણ ઘૂંઘટ કરતા પણ વધુ છે.’

ઉલ્લેખનીય છે કે પદ્માવતી ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. જો કે આ ફિલ્મનો દેશના કેટલાય રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. ખાસ કરીને રાજસ્થાન અને
ગુજરાતનો રાજપૂત સમાજ આ ફિલ્મનો વિરોધ કરી રહ્યો છે. આ ફિલ્મ રિલીઝ ન કરવા માટે સુપ્રિમમાં અરજી પણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પદ્માવતી ફિલ્મમાં દિપીકા પાદુકોણ પદ્માવતી રાણીનો રોલ કરી રહી છે. રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજીનો રોલ કરી રહી છે અને શાહિદ કપૂર રાણા રાવલ રતન સિંહનો રોલ કરી રહ્યો છે.

You might also like