શશિ થરૂરનું વિવાદિત નિવેદન,”અમારી છિલ્લર પણ Miss World બની ગઇ”

મિસ વર્લ્ડ 2017નો ખીતાબ જીતવાને લઇ એક તરફ જ્યાં માનુષી છિલ્લરને પૂરો દેશ શુભકામનાઓ પાઠવી રહ્યું છે ત્યારે કોંગ્રેસનાં સૌથી કાબિલ નેતા શશિ થરૂરે તેની જીત પર એક અલગ જ અંદાજમાં કંઇક પ્રતિક્રિયા આપી છે. થરૂરે માનુષીની જીતને નોટબંધી સાથે જોડી દીધેલ છે.

કોંગ્રેસ નેતાએ આ સંબંધમાં રવિવારનાં રોજ આજનાં દિવસે એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં તેઓએ એમ જણાવ્યું કે,”કરન્સીનું વિમુદ્રીકરણ એ એક ભૂલ હતી. બીજેપીને એવો અહેસાસ થવો જોઇએ કે ભારતીય કેશ દુનિયા પર રાજ કરે છે, અહીંયા સુધી કે અમારી છિલ્લર પણ Miss World બની ગઇ.”

જો કે થોડાંક સમય બાદ શશિ થરૂરને પોતાની ભૂલનો અહેસાસ થઇ ગયો અને તેઓએ પોતાનું આ ટ્વિટ પણ ડિલીટ કરી નાંખ્યું હતું. પરંતુ ત્યાર બાદ થરૂરે ફરીથી માનુષીની પ્રશંસા કરતું એક ટ્વિટ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ભારતનાં હરિયાણાની માનુષી છિલ્લરે ચીનમાં આયોજિત મિસ વર્લ્ડ પ્રતિયોગિતામાં મિસ વર્લ્ડ 2017નો ખિતાબ જીતી લીધો છે. 17 વર્ષ બાદ તે ભારતની મિસ વર્લ્ડ બની છે. આ પ્રતિયોગિતામાં મિસ મેક્સિકોએ બીજું અને મિસ ઈગ્લેન્ડે ત્રીજું સ્થાન મેળવ્યું છે.

આ અગાઉ 2000માં બોલિવૂડ અને હોલિવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપડા મિસ વર્લ્ડ બની હતી. જ્યારે 20 વર્ષની માનુષી છિલ્લર એ 67મી મિસ વર્લ્ડ છે. માનુષી પોતે એક મેડિકલની વિદ્યાર્થીની છે અને કાર્ડિયેક સર્જન બનવાની ઈચ્છા ધરાવે છે.

You might also like