પાકિસ્તાનથી આવેલો છે શશિ કપૂરનો પરિવાર, પેશાવરમાં ફેન્સે આપી શ્રદ્ધાંજલિ

શશિ કપૂરના નિધનના સમાચારની સાથે જ બોલિવૂડ જગતમાં શોક વ્યાપી ગયો હતો. બોલિવૂડના તમામ દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. કોઈએ ટ્વિટ કરીને તો કોઈએ કલાકારો તેમના અંતિમ દર્શને પહોંચી ગયા હતા.

પાડોશી દેશ પાકિસ્તાનના પેશાવરમાં પણ શશિ કપૂરના ફોટા આગળ મીણબત્તીઓ પ્રગટાવી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શશિ કપૂરનો પરિવાર પેશાવરમાંથી જ ભારત આવ્યો હતો. કપૂર પરિવારનું જૂનું મકાન, જે પેશાવરના ઓલ્ડ સિટીમાં કિસ્સા ખવાની બજારમાં સ્થિત છે.

શશિ કપૂરના દાદાએ 1918માં આ મકાન બનાવ્યું હતું. આ મકાનની બહાર જ શશિ કપૂરની યાદમાં કેન્ડલ પ્રગટાવવામાં આવી હતી. 5 ડિસેમ્બરે ભર વરસાદ વચ્ચે શશિ કપૂરનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. સોમવારે સાંજે કોકિલાબેન હોસ્પિટલમાં શશિ કપૂરનું 79 વર્ષની ઉંમરે નિધન થયું હતું.

વર્ષ 2011માં ભારત સરકારે શશિ કપૂરને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યાં હતા. વર્ષ 2014માં શશિ કપૂરને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. સસિ કપૂરને ત્રણ વખત નેશનલ એવોર્ડ પણ મળ્યો છે.

You might also like