શશાંક મનોહર ફરી ICCના ચેરમેન પદે, બીજા કાર્યકાળ માટે બિનહરીફ ચૂંટાયા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પૂર્વ અધ્યક્ષ શશાંક મનોહરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરીષદ (આઇસીસી)માં બીજી વખત સ્વતંત્ર ચેરમેન પસંદ કરવામાં આવેલ છે. શશાંક મનોહરને બીજી વખત બીનહરીફ ચૂંટાઇ ગયા છે. શશાંક મનોહરને વર્ષ 2016માં પ્રથમ વખત આઇસીસીના સ્વતંત્ર ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી હતી હવે તેઓ ફરી બીનહરીફ ચૂંટાઇ આવતા આવનાર બે વર્ષ સુધી આ પદ પર જવાબદારી સંભાળશે.

ચૂંટણી પ્રક્રિયા મુજબ આઇસીસી નિદેશકોમાંથી પ્રત્યેક એક ઉમેદવારને ઉમેદવારી નોંધાવી મંજૂરી હોય છે. ઉમેદવાર વર્તમાન અથવા પૂર્વ આઇસીસી નિદેશક હોવો જરૂર હોવો જોઇએ. ઉમેદવારી નોંધવાનારને બે અથવા વધારે નિદેશકોનું સમર્થન મળે તો જ તે ચૂંટણી લડવાને યોગ્ય માનવામાં આવે છે.

શશાંક મનોહરના મામલામાં આ સ્થિતિ થોડી અલગ થઇ જેમાં ઉમેદવારી નોંધાવનાર તેઓ માત્ર એકલા જ ઉમેદવાર બન્યા. ચૂંટણી પ્રક્રિયાને જોઇ રહેલા ઓડિટ કમિટિના ચેરમેન એડવર્ડ ક્વિનલેને પ્રક્રિયા પૂર્ણ થવા તેમજ મનોહરના સફળ ઉમેદવાર હોવાની જાહેરાત કરી.

શશાંક મનોહરને બીજી વખત નિમણૂંક કરવાની પ્રક્રિયા ગત મહીને કોલકાતામાં યોજાયેલ આઇસીસીની ત્રિમાસિક બેઠકમાં જ નક્કી કરવામાં આવી ગયુ હતુ. કારણ કે તેમની ઉમેદવારીને લઇને કોઇએ વિરોધ દર્શાવ્યો નહોતો.

ગત બે વર્ષમાં શશાંક મનોહરે રમતમાં ઘણા મહત્વપૂર્ણ સુધારા કર્યા. તેમણે 2014ના પ્રસ્તાવને બદલી નાંખ્યો હતો. આ જાહેરાત બાદ શશાંક મનોહરે જણાવ્યું કે આઇસીસીના ફરી ચેરમેન ચૂંટાઇ જવુ એ સન્માનની વાત છે.

You might also like