શશાંક મનોહરે BCCIના અધ્યક્ષપદેથી આપ્યું રાજીનામું, બની શકે છે ICC ચીફ

નવી દિલ્હી: શશાંક મનોહરે મંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચેરમેન પદની દોડમાં તેમની દાવેદારી મજબૂત ગણવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આઇસીસીના ચેરમેન બનવા માટે શશાંક મનોહરે બીસીસીઆઇમાંથી રાજીનામું આપી દીધું છે.

એવી પણ ચર્ચા થઇ રહી છે કે શશાંક મનોહરના રાજીનામા બાદ શરદ પવારની બીસીસીઆઇ અધ્યક્ષ તરીકે વાપસી થઇ શકે છે. તે હાલ મુંબઇ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ છે.

શશાંક મનોહરને ગત વર્ષે તત્કાલીન અધ્યક્ષ જગમોહન ડાલમિયાના નિધન બાદ બીસીસીઆઇના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ભારતીય ક્રિકેટમાં સુધારા માટે ગત કેટલાક મહિનાઓથી શશાંક મનોહર ખૂબ જ સક્રીય રહ્યાં છે.

You might also like