મન બદલાયું શશાંક મનોહરનું, રાજીનામું લેશે પાછું

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ કહ્યું કે અધ્યક્ષ પદથી રાજીનામું આપનાર શશાંક મનોહર પોતાનો નિર્ણય પાછો લેવા માટે તૈયાર થઇ ગયા છે.

આઇસીસી બોર્ડે એક પ્રસ્તાવને પસાર કરીને એમને આગ્રહ કર્યો હતો કે એ રાજીનામું પાછું લે. મનોહરએ કહ્યું, ”હું આઇસીસીની નિર્દેશકોની ભાવનાઓ અને મારામાં જોવામાં આવતા ભરોસોનું સમ્માન કરું છું. મેં ખાનગી કારણોથી આ નિર્ણય લીધો હતો અને હજુ એ કારણો પણ છે, પરંતુ હું અધ્યક્ષ પદ પર રહેવા માટે રાજી છું.”

નોંધનીય છે કે શશાંક મનોહરે આ મહીને 15 માર્ચે અચાનક વ્યક્તિગત કારણોનો હવાલો આપીને રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. એમના આ પગલાને દરેક લોકોને હેરાન પરેશાન કરી દીધા હતા કારણ કે એમને આ પદ પર માત્ર 8 મહિના જ થયા હતા અને એમનો કાર્યકાળ બે વર્ષનો હતો. મનોહર 2016માં નિર્વિરોધ આઇસીસી અધ્યક્ષની રીતે પસંદગી કરવામાં આવી હતી.

બીસીસીઆઇના વિક્રમ લિમયે કહ્યું, ”આ મહત્વનું છે કે તમામ હાલના મુદ્દાનો ઉકેલ આવી ગયો છે અને દરેક લોકો એનાથી સંતુષ્ટ છે. અમે દરેક મુદ્દા પર આઇસીસીની સાથે કામ કરવા માટે તૈયાર છીએ.”

http://sambhaavnews.com/

You might also like