શાહરૂખની ‘રઇસ’ ટ્રેન થઈ દિલ્લી રવાના, આવતી કાલે પહોંચશે નિઝામ્મુદ્દીન

બાલીવુડમાં મોટી બજેટની ફિલ્મોના પ્રમોશન માટે આજકાલ ખાસ અંદાજમાં કરવામાં આવી રહ્યું છે. આ કારણે આજકાલ શાહરૂખ ખાન પોતાની ફિલ્મ રઇસના પ્રમોશન માટે આજ કાલ નવો કિમિયો અપનાવી રહ્યો છે. શાહરૂખની ફિલ્મ રઇસ 25 જાન્યુઆરીએ રીલઝ થવા જઈ રહી છે.

આ ફિલ્મના પ્રમોશન માટે શાહરૂખ ખાન જોરદાર મહેનત કરી રહ્યો છે. શાહરૂખ આ માટે દિલ્લીમાં પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા માટે નીકળી ગયો છે. આના કારણે તેણે એક નવો પ્રયોગ કર્યો છે. તે દિલ્લી કંઈ ફ્લાઇટ પકડીને નહિ પરંતુ ટ્રેનથી મુસાફરી કરીને જઈ રહ્યો છે.

શાહરૂખ ખાન આજે સોમવારે પોતાની ટીમ સાથે બોમ્બે સેન્ટ્રલથી સાંજે પાંચ વાગ્યે ઓગસ્ટ ક્રાંતિ એક્સપ્રેસથી દિલ્લી તરફ ચાલી નીકળશે. આ ટ્રેન મંગળવાર એટલે કે સવારે 10.55 જગ્યાએ હજરત નિઝામ્મુદીન રેલવે સ્ટેશને પહોંચશે અને તેણે આની માહિતી ટ્વીટ કરીને આપી હતી.

You might also like