કાશ્મીરીઓને આપતા રહીશું સાથ : અવળ વાણી ઉચ્ચારતા નવાઝ

નવી દિલ્હી : ભારતે પાકિસ્તાન અધિકૃતકાશ્મીર (Pok)માં સર્જિકલ સ્ટ્રાઇકથી ધુંધવાયેલા પાકિસ્તાને એકવાર ફરીથી આતંકવાદી બુરહાનવાનીને શહિદ ગણાવતા કહ્યું કે તે આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું રહેશે. પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફે સોમવારે પોતાની પાર્ટી પીએમએલ-એનની બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે અમે કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉઠાવતા રહીશું. એવું કરતા અમને કોઇ રોકી શકશે નહી. બુરહાન વાની કાશ્મીરની શાન હતો.તે કાશ્મીરી નેતા હતા. વાનીની શહાદત વ્યર્થ નહી જાય. ઉલ્લેખનીય છે કે, ભારતની સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તામાં હોબાળો મચી ચુક્યો છે.પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ સત્તા પક્ષ અને વિપક્ષી દળો બંન્નેનાં નિશાન પર છે.

નેશનલ એસેમ્બલીના સંયુક્ત સત્રમાં સત્તા પક્ષનાં સાંસદોએ નવાઝ પર કાશ્મીરનાં મુદ્દાને યોગ્ય રીતે દુનિયા સમક્ષ નહી મુકવાનો આરોપ લગાવ્યો હતો. તો બીજી તરફ વિપક્ષી પીપીપીનાં નેતા શેરી રહેમાને કહ્યું કે નવાઝે પાકિસ્તાનને ગુનેગાર બનાવી દીધું છે. ભારત સિંધુ નદી પાણી રોકવાની ધમકી આપી રહ્યું છે.

અત્રે નોંધનીય છે કે અગાઉ શરીફ, સંયુક્ત રાષ્ટ્રનાં પોતાનાં ભાષણમાં શરીફે વાનીને શહિદ ગણાવ્યો હતો. સાથે સાથે કાશ્મીરી મુસ્લિમોને પોતાનું સમર્થન આપીને જેહાદને પોતાનું સમર્થન આપવાનું જાહેરાત કરી હતી. તેણે કહ્યું કે ભારત સાથે વિવાદિત મુદ્દાઓનું સમાધાન કરવા માટે અમે કટિબદ્ધ છીએ.

You might also like