ટેન્શનમાં પાકિસ્તાન પ્રધાનમંત્રીએ બોલાવી સર્વપક્ષીય બેઠક

નવી દિલ્હી: એક બાજુ પાકિસ્તાન દુનિયાની સામે ભારત તરફથી કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકને નકારી રહ્યું છે, તો બીજી બાજુ પાકિસ્તાન પ્રધાનમંત્રી નવાઝ શરીફ બેઠક પર બેઠક કરી રહ્યા છે. શરીફે સોમવારે એક સર્વપક્ષીય બેઠક બોલાવી જેનો એક સૂત્ર એજન્ડા રહ્યું ભારત. આ એક એવો એજન્ડા છે જેને લઇને ઇમરાન ખાનથી લઇને બિલાવલ ભુટ્ટો જરદારી જેવા શરીફના રાજનિતીક હરીફ પણ પોતાના મતભેદ ભૂલીને તેમની સાથે ઊભેલા જોવા મળે છે.

આ બેઠકનો નિશ્વિત એજન્ડા LOC પર ભારતના આક્રમક રુખને લઇને દુનિયા સુધી પોતાની વાત પહોંચાડવાનો હતો. પાકિસ્તાનના એક કેબિનેટ મંત્રીએ કહ્યું કે પાકિસ્તાનની સરકાર દુનિયાને બતાવવા માંગતી હતી કે યુદ્ધ માટે ભડકાવી રહેલા ભારત વિરુદ્ધ પાકિસ્તાન એકઠું છે. તેમણે કહ્યું કે સરકાર બાકીના રાજનિતીક દળો પાસેથી મંતવ્ય લઇ રહી છે કારણ કે કાશ્મીરના મુદ્દા પર વધારે ડિપ્લોમેસી કરી શકાય.

એ સ્પષ્ટ છે કે પાકિસ્તાનમાં ભારત વિરુદ્ધ જ એવી એક્તા જોવા મળી રહી છે. જો કે ક્રિકેટરથી નેતા બનેલા ઇમરાન ખાન આ બેઠકમાં હાજરી આપી નહતી પરંતુ તેમની પાર્ટીએ હાજરી આપી હતી. નોંધનીય છે કે ઇમરાન ખાને પ્રધાનમંત્રી શરીફ પર ભ્રષ્ટાચારને આરોપોને લઇને મોર્ચો ખોલ્યો છે. પનામા પેપર્સમાં શરીફનું નામ આવ્યા પછીતે ઘણી વખત તેમને નિશાના પર લઇ ચૂક્યા છે.

બેઠકમાં પાકિસ્તાનના વિદેશ સચિવ એઝાઝ અહમદ ચૌધરીએ દરેક નેતાઓને કાશ્મીર અને એલઓસીની હાલની પરિસ્થિતિ વર્ણવી હતી.

You might also like