શેરબજારમાં સપ્તાહની શરૂઆત ઘટાડે થઈ

અમદાવાદ: આજે સપ્તાહની શરૂઆતે બજારમાં શુષ્ક ચાલ જોવા મળી હતી. શરૂઆતે સુધારે ખૂલ્યા બાદ બજાર રેડ ઝોનમાં જોવાયું હતું. બીએસઇ સેન્સેક્સ ૨૨ પોઇન્ટને ઘટાડે ૨૪,૫૯૪ની સપાટીએ, જ્યારે એનએસઇ નિફ્ટી આઠ પોઇન્ટને ઘટાડે ૭,૪૮૧ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી, જોકે મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં ૦.૩ ટકાનો સુધારો જોવા મળ્યો હતો.

ઓટો, એફએમસીજી, ફાર્મા સેક્ટરમાં નરમાઇ તરફી ચાલ જોવા મળી હતી. તો બીજી બાજુ પીએસયુ બેન્ક, મેટલ સેક્ટરના સ્ટોક્સમાં ૧.૮૦ ટકાનો સુધારો જોવા મળ્યો હતો.

બેન્ક ઓફ બરોડાના શેરમાં ૨.૯૫ ટકા, ટાટા સ્ટીલ ૨.૫૨ ટકા, એક્સિસ બેન્ક ૨.૨૦ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. એસબીઆઇ, પીએનબી, વેદાન્તા કંપનીના શેરમાં પણ સુધારા તરફી ચાલ જોવા મળી હતી તો બીજી બાજુ ઇન્ફોસિસ કંપનીના શેરમાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. ટાટા મોટર્સ, સિપ્લા, હીરો મોટો કોર્પ કંપનીના શેરમાં નરમાઇ તરફી ચાલ જોવા મળી હતી.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ચીનની નવા વર્ષની ઉજવણીના કારણે શેરબજાર બંધ છે ત્યારે ચીનના બજારમાં જોવા મળી રહેલી અફરાતફરીની અસર વૈશ્વિક બજાર પર ઓછી જોવાના કારણે બજારમાં ફ્લેટ ચાલ જોવા મળી રહી છે તેવો મત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

You might also like