આ ઇન્ડિયન ક્રિકેટરના માતા-પિતા રોડ એક્સડિન્ટમાં ગંભીર રીતે ઘાયલ

IPL 11 માં ધોનીની કેપ્ટન્સીની ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સમાંથી રમી રહેલા મુંબઇના ફાસ્ટ બૉલર શાર્દુલ ઠાકુરના માતા-પિતા એક રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના પછી બંનેને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ BCCIએ શાર્દુલ ઠાકુરના ઇંગ્લેન્ડના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાને શામેલ કર્યો છે.

સૂત્રોનુસાર, શાર્દુલ પિતા નરેન્દ્ર ઠાકુર અને માતા હંસા ઠાકુર બાઇક પર એક લગ્નમાં શામેલ થઇને પરત ફરી રહ્યા હતા, ત્યારે બાઇક સ્લીપ થતા ગંભીર રીતે ઘાયલ થતા પાલઘર સ્થિત એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કહેવાય રહ્યુ છે કે, બાઇકની સ્પીડ વધારે હોવાથી સ્લીપ થતા શાર્દુલના માતા-પિતા ગંભીર રીતે ઘાયલ થયા છે, જે પછી સ્થાનિક પોલીસ અને લોકોની મદદથી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, શાર્દુલ ઠાકુર IPLમાં ચેન્નાઇ સુપરિકંગ્સ (CSK)માંથી રમી રહ્યો છે.

IPL11ની હરાજીમાં 2 વર્ષ પછી પરત ફરનારી ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK)ની ફ્રેન્ચાઇઝીએ આ બૉલરને 2.60 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો, IPLમાં અત્યાર સુધી શાર્દુલનું પરફૉમન્સ ખરેખરમાં સારું છે. શાર્દુલે અત્યાર સુધી રમેલી 7 મેચમાં 8 વિકેટ ઝડપી છે. આ પહેલા પણ શાર્દુલ મુંબઇની એક લોકલ ટ્રેનમાં સફર કરવાને કારણે ચર્ચામાં આવ્યો હતો.

You might also like