મારા પિતા સૌથી મોટા ટીકાકાર: શ્રદ્ધા કપૂર

બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર નજીકના સમયમાં બાગી ફિલ્મમાં અલગ પ્રકારના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેણે એક ગીત પણ ગાયું છે. સબ તેરા નામ… નામના એ સોંગને તેણે માત્ર 2 કલાકમાં જ રેકોર્ડ કરી લીધું હતું. શ્રદ્ધા કપૂર કહે છે કે મારા માટે અંતિમ પરિણામથી સંતુષ્ટ થવું ખૂબ જરૂરી છે. પછી કોઇ કામમાં થોડો વધુ કે ઓછો સમય લાગી જાય તો પણ મને વાંધો નથી. શ્રદ્ધા કપૂરના જણાવ્યા અનુસાર દુનિયામાં તેના સૌથી મોટા ટીકાકાર તેના પિતા છે.

શ્રદ્ધા કપૂર કહે છે મારા મોસાળમા કેટલાક લોકોને સંગીતનું સારું એવું જ્ઞાન છે, પરંતુ મારા સૌથી મોટા ટીકાકાર તો મારા પિતા જ છે. આમ તો મારા પરિવારના દરેક લોકો પાસેથી મને સલાહ સૂચનો મળતાં રહે છે, પરંતુ મારા પિતા જ મારા સાચા અને ઇમાનદાર ટીકાકાર છે. ગીત રેકોર્ડ કરવાના થોડા દિવસ પહેલા શ્રદ્ધા કપૂર ઠંડી વસ્તુઓ આરોગવાથી દૂર રહે છે. શ્રદ્ધા કપૂરને પોપ ગાયિકા બિયોન્સ ખૂબ પસંદ છે. તે કહે છે કે તે મારી નંબર વન આઇડિયલ છે. હું તેના અવાજને પ્રેમ કરું છું. તેનો અવાજ અનોખો અને કમાલનો છે. •

You might also like