ખાન્સ સાથે કામ કરવું છે શ્રદ્ધાને

બોલિવૂડમાં અાશિકી ગર્લના નામથી જાણીતી બનેલી શ્રદ્ધા કપૂરે અત્યાર સુધી નવોદિત કલાકારો સાથે કામ કર્યું છે, જોકે હવે તેને શાહરુખખાન, સલમાનખાન અને અામિરખાન સાથે કામ કરવાની ખૂબ જ ઈચ્છા છે. તે કહે છે કે મને ‘ગબ્બર ઈઝ બેક’માં અક્ષયકુમાર સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો, પરંતુ ડેટ્સના કારણે હું તેમ ન કરી શકી. તે સમયે હું અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હતી, પરંતુ ભવિષ્યમાં જો તેને શાહરુખ, સલમાન અને અામિર સાથે કામ કરવાનો મોકો મળશે તો તે છોડશે નહીં.

ઓનસ્ક્રીન શ્રદ્ધા એકદમ ચુલબુલી યુવતીનો રોલ કરતી હોય છે, પરંતુ રિયલ લાઈફમાં તે સહેજ પણ તેવી નથી. તે કહે છે કે હું વાસ્તવિક જીવનમાં તેના કરતાં સાવ અલગ છું. હું એકદમ શરમાળ પ્રકૃતિની વ્યક્તિ છું. સફળતા અાજે પણ મારા સ્વભાવને બદલી શકી નથી. અાજે પણ લોકોની વચ્ચે જતાં મને ડર લાગે છે. મારા પરિવાર અને મિત્રો સિવાય હું કોઈની પણ સાથે ખૂલીને વાતચીત કરી શકતી નથી. હવે હું થોડી બોલ્ડ બની છું, પરંતુ દિલથી હું અાજે પણ એક શરમાળ છોકરી છું. •

You might also like